સુરતમાં વેક્સિન લીધા બાદ 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં- જુઓ વિડીયો

છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એવા ઘણા વિડીયો વાઈરલ થઇ રહ્યા છે જેમાં વેક્સિન મુકાવ્યા બાદ શરીર પર ચોટી જતા હોય છે. આ દરમિયાન સુરતમાં…

છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એવા ઘણા વિડીયો વાઈરલ થઇ રહ્યા છે જેમાં વેક્સિન મુકાવ્યા બાદ શરીર પર ચોટી જતા હોય છે. આ દરમિયાન સુરતમાં એક એવો વિડીયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા થતી નથી.

આ ઉપરાંત, નાસિકમાં રહેતી એક 71 વર્ષીય વ્યક્તિને વેકસિન લીધા બાદ સ્ટીલનાં વાસણો, ચલણી નાણાં શરીર પર ચોંટી ગયાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો. જોકે, મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રાલયે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, 78 વર્ષીય વત્સલાબેન જગતાપે કોરોનાથી બચવા વેક્સિનનો પહેલો ડોઝ 19 માર્ચના રોજ અને વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. વત્સલાબેનના પુત્રએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાસિકના વૃદ્ધ પર વેક્સિન લીધા બાદ સિક્કો શરીર પર ચોંટતો હોવાનો વીડિયો જોયો હતો. ત્યારબાદ તેમણે પણ વિચાર્યું કે, આવું તેઓ પણ આ પ્રયોગ કરી જુએ.

આ દરમિયાન આજે સવારે જ્યારે પૂનમ જગતાપે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં હતાં. આ વાતને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા અને તેમણે ડોક્ટરનો પણ સંપર્ક કરી જોયો હતો. જોકે, ડોક્ટર પણ આ બાબતને લઈને વધુ સ્પષ્ટતા ન કરી શક્યા.

આ ઘટના બાબતે વત્સલાબેનના પુત્ર પૂનમ જગતાપે જણાવ્યું હતું કે, વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ નથી માનતો, પરંતુ જે થઈ રહ્યું છે એ સાચું છે, પરંતુ આ બધું વેક્સિનને કારણે થઈ રહ્યું હોય એવું નથી કેમ કે, આ જ પ્રયોગ મેં મારા દસ વર્ષના પુત્ર વેદ પર પણ કર્યો હતો. અને તેના શરીર પર પણ ચમચી અને સિક્કાઓ ચોંટવા લાગ્યાં હતાં.

મારો પુત્ર દસ વર્ષનો છે અને તેને કોઈપણ પ્રકારની કોરોનાની વેક્સિન આપવામાં નથી આવી. જેથી હું નથી માનતો કે, આ બધું કોરોનાની વેક્સિનના લીધે થઇ રહ્યું હશે. વેક્સિન સુરક્ષિત છે અને મારાં માતાને બંને ડોઝ લીધા પછી કોઈપણ પ્રકારની આડઅસર થઈ નથી. જેથી દરેક વ્યક્તિએ કોરોનાની વેક્સિન લેવી જોઈએ અને આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહી.

બીજી બાજુ સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર આવી હોવાની વાત જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકને કરવામાં આવી ત્યારે તેઓએ આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેમણે એ બાબતને પણ સ્વીકારી હતી કે રસીમાં એવા કોઈ તત્ત્વ નથી, જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *