અસમમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાને બળાત્કાર કરવાની કોશિશના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના અસમના હજોઈ જિલ્લાની છે. બીજેપી નેતા ઉપર આરોપ છે કે તેણે એક મહિલા સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી છે.
આરોપીની ઓળખ કમરૂલ હક ચૌધરી ના નામે થઇ છે. આરોપી નેતા હજોઇ જિલ્લાના બીજેપી અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ છે. અસમના મધ્ય જિલ્લામાં આઈપીસીની ધારા 376, 511 અને ૫૦૬ અંતર્ગત કેસ નોંધાયો છે.
હજોઈ જિલ્લાના એસપી સુમનચક્રવર્તી એ જણાવ્યું કે લંકા પોલીસ સ્ટેશનવિસ્તાર ની એક મહિલાએ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ૧૧ મેના રોજ નોંધાયેલી ફરિયાદમાં તેણે આરોપ લગાવ્યો છે કે બીજેપી નેતા પોતાના ઘરમાં તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી છે. એસએસપીએ કહ્યું કે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી વ્યક્તિએ મહિલાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કર્યો. ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવી છે. અમે ફરિયાદ નોંધી આરોપી વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
ભાજપ નું નિવેદન
પોલીસે આરોપી નેતાને શુક્રવારે જિલ્લાની શંકરદેવ નગરની અદાલતમાં રજૂ કર્યો. અદાલતમાં તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ અસમ બીજેપીના નેતા અને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. અસમ બીજેપી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કમરુલ ચૌધરીને પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી કાઢી નાખવામાં આવ્યો છે. આ કાર્યવાહી અસામાજિક ગતિવિધિઓને જોતા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news