આસામ(Assam)માં પૂરના કારણે હંગામો મચી ગયો છે. બુધવારે અહીં સ્થિતિ ખૂબ જ ગંભીર રહી હતી. અહીં નદીઓના જળસ્તર સતત વધી રહ્યા હતા. દરમિયાન, અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરને કારણે રાજ્યમાં વધુ 12 લોકોના મોત(12 deaths) થયા છે. આસામના 32 જિલ્લામાં 55 લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની બે મોટી નદીઓ બ્રહ્મપુત્રા(Brahmaputra) અને બરાક(Barack river)નું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે અનેક નવા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. જેના કારણે હોજાઈમાં ચાર, બારપેટા અને નલબારીમાં ત્રણ-ત્રણ અને કામપુર જિલ્લામાં બે લોકોના મોત થયા છે.
અત્યાર સુધીમાં 101 લોકોના થયા મોત:
અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 101 લોકોના મોત થયા છે. તે જ સમયે, બરાક ખીણના કચર, કરીમગંજ અને હૈલિકાંડી જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. આસામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 32 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે 55,42,053 લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં હજારો લોકો બેઘર બની ગયા છે.
મુખ્યમંત્રીએ લીધી અલગ અલગ વિસ્તારની મુલાકાત:
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ NDRFની ટીમ સાથે બોટ પર બેસીને નાગાંવ જિલ્લાના ઘણાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને પૂરથી પ્રભાવિત લોકોની સ્થિતિ વિશે પૂછપરછ કરી. અગાઉ, તેમણે નલબારી અને કામરૂપ જિલ્લામાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
જોખમી સાબિત થઇ નદી:
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોપિલી નદી, નિમતીઘાટ, બ્રહ્મપુત્રા નદી, પુથિમરી, પાગલડિયા, બેકી, બરાક, કુશિયારા વગેરે નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તે જ સમયે, બરપેટા, કચર, દારંગ, ગ્વાલપારા, કામરૂપ અને કરીમગંજના શહેરી વિસ્તારોમાં પૂરનો ભય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.