આસામમાં(Assam) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિને કથિત રીતે કેરોસીન છાંટીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો અને લાશને દાટી દેવામાં આવી હતી. તેના પર એક નવપરિણીતની હત્યા કરવાનો આરોપ હતો. ગામના લોકોએ તેમની પંચાયત યોજી અને તેને સજા સંભળાવી, ત્યારબાદ તેને સળગાવી દેવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે દફનાવવામાં આવેલી લાશને બહાર કાઢી હતી. પોલીસનું કહેવું છે કે તેનું શરીર 90 ટકા બળી ગયું છે.
આ સનસનીખેજ ઘટના આસામના નૌગાંવ જિલ્લામાં બની હતી. અહીંના બોર લાલુંગ વિસ્તારમાં જાહેર સુનવાઈ દરમિયાન જે વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો તેનું નામ રણજીત બોરદોલાઈ હતું. સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) એમ.દાસે કહ્યું કે અમને સાંજે લગભગ 6 વાગ્યે માહિતી મળી હતી કે જાહેર સુનવાઈ દરમિયાન એક વ્યક્તિને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેના પર હત્યાનો આરોપ હતો. સળગાવ્યા બાદ તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને જમીન પરથી બહાર કાઢ્યો. દાસના જણાવ્યા અનુસાર આ કેસમાં કેટલાક લોકોની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
નૌગાંવ ગામમાં જ્યાં આ ઘટના બની છે, ત્યાં કાર્બી સમુદાયના લોકોની વિપુલતા છે. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા આ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેની હત્યા કર્યા બાદ તેની લાશ ગામના તળાવમાં ફેંકી દીધી હતી. તે વ્યક્તિએ દાવો કર્યો હતો કે ગામની કેટલીક મહિલાઓએ એક વૃદ્ધ મહિલાને એવું કહેતા સાંભળ્યા હતા કે તેણે નવદંપતીને મારી નાખ્યા છે. આ પછી ગામના સમુદાયની બેઠક યોજાઈ હતી. જેમાં વૃદ્ધ મહિલાને બોલાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે કથિત રીતે કબૂલાત કરી હતી કે પાંચ લોકોએ મળીને નવદંપતીની હત્યા કરી હતી. જેમાં રણજીત બોરદોલોઈએ તેનું ગળું દબાવી દીધું હતું.
યુવકે જણાવ્યું કે જાહેર સુનવાઈ દરમિયાન વૃદ્ધ મહિલાના આ ખુલાસા બાદ રણજીતને સભામાં બોલાવવામાં આવ્યો હતો. યુવકે દાવો કર્યો હતો કે રણજીતએ ત્યાં બધાની સામે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ કારણે ત્યાં હાજર કેટલાક લોકોએ તેને મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી હતી. બાદમાં તેના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.