પૃથ્વી તરફ આવી રહ્યો છે મહાકાય ઉલ્કાપિંડ- ફકત બે દિવસમાં થઇ જશે…

માત્ર બે દિવસ પછી પૃથ્વીની બાજુ માંથી ખૂબ મોટો ઉલ્કાપીંડ પસાર થશે. આ ઉલ્કાપીંડ દિલ્હીના કુતુબ મીનારથી ચાર ગણો અને સ્ટેચ્યુઓફ લિબર્ટી કરતા ત્રણ ગણો મોટો છે. જૂનમાં પૃથ્વી પરથી પસાર થનાર આ ત્રીજો ગ્રહ છે. આ અગાઉ 6 અને 8 જૂને, ઉલ્કાપીંડ પૃથ્વી પાસેથી પસાર થયા હતા.

આ એસ્ટરોઇડનું નામ 2010NY65 છે. તે 1017 ફુટ લાંબુ છે. એટલે કે સ્ટેચ્યુઓફ લિબર્ટી કરતા લગભગ ત્રણ ગણો અને કુતુબ મીનારથી ચાર ગણો મોટો ઉલ્કાપીંડ છે. સ્ટેચ્યુઓફ લિબર્ટી 310 ફુટ અને કુતુબ મીનાર 240 ફુટ ઉંચા છે.

આ ઉલ્કાપીંડ 46,400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યું છે. આ ઉલ્કાપીંડ 24 જૂને બપોરે 12.15 વાગ્યે પૃથ્વીની નજીકથી પસાર થશે. યુએસ સ્પેસ એજન્સી નાસાના અંદાજ મુજબ, તે પૃથ્વીથી આશરે 37 લાખ કિલોમીટર દુરથી પસાર થશે. નાસાના વૈજ્ઞાનિકો તે તમામ ઉલ્કાપીંડને પૃથ્વી માટેનું જોખમ માને છે, જે પૃથ્વીથી 37 લાખ કિલોમીટરની અંદર આવે છે. આ ઉચ્ચ ગતિથી પસાર થતી અવકાશી પદાર્થોને ‘નીર ઓબ્જેક્ટ્સ’ કહેવામાં આવે છે.

સૂર્યની આસપાસ ફરતા નાના અવકાશી પદાર્થોને ઉલ્કાપીંડ કહેવામાં આવે છે. તેઓ મુખ્યત્વે મંગળ અને ગુરુ વચ્ચેના ઉલ્કાપીંડ પટ્ટામાં જોવા મળે છે. કેટલીકવાર તેઓ પૃથ્વીને પણ નુકસાન પહોંચાડે છે. જૂનમાં ઉલ્કાપીંડ પસાર થવાની આ ત્રીજી ઘટના છે. પ્રથમ ગ્રહ પૃથ્વી પરથી 6 જૂને પસાર થયો હતો. તેનો વ્યાસ 570 મીટર હતો. તે પૃથ્વી પરથી 40,140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતું. તેનું નામ 2002NN4 હતું.

આ પછી, 8 જૂનનું ઉલ્કાપીંડ 2013X22 એસ્ટરોઇડ પૃથ્વીની નજીકથી પસાર થઈ ગયું. તેની ગતિ પ્રતિ કલાક 24,050 કિલોમીટર હતી. તેનો પૃથ્વીથી આશરે 30 લાખ કિલોમીટર દૂરથી પસાર થયું હતું. તમને જણાવી દઇએ કે, 2013 માં રશિયામાં ચેલ્યાબિન્સ્ક ઉલ્કાપીંડ પડ્યો હતો. તેના પડવાથી 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. હજારો મકાનોની બારી અને દરવાજા તુટી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *