નાસાએ ચેતવણી આપી છે કે, 250 મીટરનુ કદ ધરાવતો એક એસ્ટરોઈડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. આ એસ્ટરોઈડ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક 1 જુલાઈએ પસાર થશે. આ એસ્ટરોઈડનુ કદ બુર્જ ખલિફા ઈમારત જેટલુ છે.
નાસાનુ કહેવુ છે કે, સૌથી પહેલા તેની ઓળખ 2006માં થઈ હતી. આ જ પ્રકારનો એક એસ્ટરોઈડ ગયા વર્ષે મે મહિનામાં ધરતી નજીકથી પસાર થયો હતો. હવે એસ્ટરોઈડ બુર્જ ખલિફાના આકારનો હાલમાં 6.29 કિમી પ્રતિ સેકંડની ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે.
વૈજ્ઞાનિકોનુ માનવું છે કે, બુર્જ ખલિફાના આકારનો એસ્ટરોઈડ 1 જુલાઈના રોજ ધરતી નજીક આવશે. નાસાએ તેને ડેન્જરસની જાહેર કર્યું છે. નાસા હાલમાં આવા 2000 એસ્ટરોઈડ પર નજર રાખી રહી છે. જે ધરતી માટે ખતરનાક બની શકે છે. આવનારા 100 વર્ષોમાં 22 એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાય તેવી આશંકા છે.
એસ્ટરોઈડ એ પ્રકારના પથ્થર હોય છે જે બીજા ગ્રહની જેમ જ સૂર્યની આસપાસ ફરતા હોય છે. જોકે તેનો આકાર ગ્રહ કરતા ઘણો નાનો હોય છે. મોટાભાગના એસ્ટરોઈડ મંગળ તેમજ જ્યુપિટરની ભ્રમણકક્ષામાં જોવા મળ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.