ભીમ એકાદશીના દિવસે આ કામ કરવાથી તમારું જીવન બદલાઈ જશે- જાણો આજના પવિત્ર દિવસનું મહત્વ

ભીમ એકાદશીને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવે છે, પૌરાણિક માન્યતા અને શાસ્ત્ર પ્રમાણે, આ એકાદશીને ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહેવાય છે. આ દિવસે આ વ્રત કરવાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં ધન લાભની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું વધારે છે કે આ વ્રત કરનાર પ્રસિદ્ધિ પામે છે, અને તે પોતાના બધાં જ દોષ, પાપ અને કષ્ટોથી મુક્ત થઇ શકે છે.

આપણે ત્‍યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું મહત્‍વ અનેરૂ છે. આજે ભીમ અગિયારસના દિવસે ઘરે ઘરે રસપૂરીનું જમણ થશે. બજારોમાં કેરીની ખરીદી કાલે પ્રમાણમાં વધુ થશે. પરીણામે ભાવો પણ થોડા ઉંચા રહેશે. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પીયરપક્ષે અચૂક તેડાવવાનો પણ આપણે ત્‍યાં રીવાજ ચાલ્‍યો આવે છે.

જેઠ મહિનાની અંદર આવતી અંજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નિવેધમાં કેરી ધરવી પ્રસાદ જમવો. પણ આ અગીયારસને નિરજલા એકાદશી કહેવામાં આવે છે.

પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્‍ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્‍પન્‍ન થતું ફળ) ભગવાન વિષ્‍ણુને ધરવું. વિષ્‍ણુ સહષાનો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય” આ મૂળ મંત્ર એવુ ભગવાન શ્રી કૃષ્‍ણએ ભીમને કહેલું ત્‍યાર બાદ ભીમ નદીમાં સ્‍નાન કરવા ગયા અને સ્‍નાન કરતા ભગવાન વિષ્‍ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્‍યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિરજલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.

આ એકાદશીમાં ભગવાન શિવના શિવલીંગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે એવી માન્યતા છે કે પાંડુ પુત્ર ભીમ ક્યારેય ભૂખ્યા ન રહી શકતા હોવા છતાં તે દિવસે તેમણે આખો દિવસ ઝાડ પર બેઠા બેઠા પસાર કર્યો હતો. અને તે જે ઝાડ પર બેઠા હતા તે ઝાડ બીલિપત્રનું હતું અને તે ઝાડની નીચે જ અપૂજ્ય શિવલીંગ ઘણા વખતથી ત્યાં હતી અને આ દિવસે એકાદશી હોવાથી ભીમ દ્વારા અજાણતાં જ ભૂખ્યા તરસ્યા તે શિવલીંગની પૂજા થઇ. તેથી ભગવાન શિવ ભીમ પર ખુશ થયા અને તેને આશીર્વાદ આપ્યા.

ભીમે આ દિવસે નિર્જળા ઉપવાસ કરનારની મનોકામના પૂર્ણ થાય તેમજ ધનલાભ જેવા વરદાન માગ્યા અને આમ આ ઉપવાસ કરવાથી આ લાભ મળે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી એવી માન્યતા છે. તો બીજી તરફ આ વ્રત કરવા પાછળ બીજી પણ એક કથા છે જેમાં ભગવાન ત્રિવિક્રમ ની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા કરવાથી બાલાજીના દર્શન થાય છે. માન્યતા પ્રમાણે સમસ્ત પાપ અને કષ્ટોનું નિવારણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *