દિલ્લીમાં આવેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલા મુસાફર પાસેથી કેપ્સ્યુલ સ્વરૂપે રૂ. 15.36 કરોડનું પેટમાં સંતાડેલ કોકેઈન મળી આવ્યું. આ મહિલા કોનાક્રી (ગિની) થી આવી હતી. કોકેઈન મળી આવતા કસ્ટમ વિભાગે મહિલાની ધરપકડ કરી. આ ઘટના શનિવારે કસ્ટમ વિભાગે જાહેર કરેલ એક સત્તાવાર નિવેદન માંથી સામે આવી છે. મળેલી માહિતી અનુસાર આ મહિલા 7 ડિસેમ્બરના રોજ ગિનીથી અદીસ અબાબા થઈને દિલ્લી આવી હતી, આ મહિલાને દિલ્લી આવ્યા બાદ પકડવામાં આવી હતી.
અદીસ અબાબા સાથે પૂછપરછ કરતા તેને ખુલાસો કર્યો હતો કે તેણે કેટલીક ડ્રગ કેપ્સ્યુલ ગળી હતી. જે તેના પેટમાં જ છે. ત્યાર બાદ મેડિકલ ઈમરજન્સીને ધ્યાને લઈને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાર બાદ તે મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી અને ત્યારે તેના શરીરની અંદર છુપાયેલી કેપ્સ્યુલ મળી. ત્યાર બાદ બીબી દેખરેખ હેઠળ કોકેઈનની કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી.
આ મહિલાના પેટ માંથી કુલ 82 કેપ્સ્યુલ મળી હતી.જે કુલ 1,024 ગ્રામ સફેદ પદાર્થ હતો. ત્યાર બાદ આ સફેદ પદાર્થની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે કોકેઈન છે. આ 1,024 ગ્રામ કોકેઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 15.36 કરોડ રૂપિયા છે. કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લાવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે, આ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. મુસાફરની દાણચોરીના આરોપમાં મહિલાની ધરપકડ કરાય.
NDPS એક્ટ, 1985ની વિવિધ કલમો હેઠળ પણ આ વિદેશી મહિલા સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાની તબીબી સારવાર બાદ 1024 ગ્રામ કોકેઈન મળી આવ્યું છે. હવે મહિલાના જૂના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ હાથ ધરવામાં આવી અને અન્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. આ મહિલાએ કેપ્સ્યુલ મો દ્વારા ગળીને પેટમાં સંતાડી હતી. અત્યરે તો કોકેઈનની કેપ્સ્યુલ બહાર કાઢી લેવામાં આવી છે. જો કેપ્સ્યુલ પેટમાં ફાટી હોત તો મહિલાના જીવને જોખમ પણ થય શકે. મહિલાએ પૈસાની લાલચમાં આવીને આ કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.