ત્રણ દિવસથી 300 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી બાળકી હારી જિંદગીની જંગ, તડપી તડપીને મોતને ભેટી ત્રણ વર્ષની સૃષ્ટિ

Srishti Borewell Rescue Operation, Sehore: સિહોરના મોટી મુંગાવલી (Mungaoli, Sehore) માં 300 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલ (300 feet deep open borewell) માં પડી ગયેલી બાળકી…

Srishti Borewell Rescue Operation, Sehore: સિહોરના મોટી મુંગાવલી (Mungaoli, Sehore) માં 300 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલ (300 feet deep open borewell) માં પડી ગયેલી બાળકી સૃષ્ટિને બચાવવા માટે ગત મંગળવારથી રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચાલી રહ્યું હતું. ગુરુવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. તેને ઘટનાસ્થળેથી સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

રોબોટિક ટેકનિકથી બાળકી બહાર ખેંચાઈ
સિહોર જિલ્લાના મુંગાવલી ગામમાં, એક બાળકી જે 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી હતી તે જીવનની લડાઈ હારી ગઈ છે. ત્રણ વર્ષની સૃષ્ટિને લગભગ 52 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે તેને રોબોટિક ટેકનિકથી બહાર કાઢી હતી. છોકરી જવાબ આપી રહી ન હતી. તેને સીધી જ એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

રોબોટ ટીમના ઈન્ચાર્જ મહેશ આહિરે જણાવ્યું કે, જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવી ત્યારે તે બેભાન હતી. તેણી કોઈપણ રીતે જવાબ આપી રહી ન હતી. અમે રોબોટના ડેટા સાથે સેના, એનડીઆરએફની મદદથી સંપૂર્ણ બચાવ કર્યો છે. બાળકી બહાર આવતાની સાથે જ ડોક્ટર બાળકીને લઈને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ જવા રવાના થઈ ગયા. બાળકી 150 ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગઈ હતી.

જાણવા મળ્યું છે કે સૃષ્ટિ નામની આ 3 વર્ષની બાળકી મંગળવારે બપોરે લગભગ એક વાગ્યે રમતી વખતે મેદાનમાં બનાવેલા બોરમાં પડી ગઈ હતી. તે સમયે તે 29 ફૂટ ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. પરંતુ બચાવ દરમિયાન ખોદકામના વાઇબ્રેશનને કારણે તે નીચે સરકતી રહી. એસડીઆરએફ, એનડીઆરએફ અને સેના ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે. ગુરુવારે સવારે 9 વાગ્યે દિલ્હીની રોબોટિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ઓપરેશન શરૂ કર્યું. બપોરે ભારે પવન અને વરસાદના કારણે બચાવ કાર્યને પણ અસર થઈ હતી. રોબોટિક ટીમે લગભગ 5.30 વાગ્યે બાળકીને બહાર કાઢી હતી, પરંતુ સૃષ્ટિ બોરવેલમાં પડી જતાં જીવનની લડાઈ હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *