રક્તરંજિત થયું રાજકોટ: 10 જેટલા શખ્સોએ મળીને જાહેરમાં જ રસનો ચિચોડો ચલાવતા યુવકને આપ્યું દર્દનાક મોત

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)ના ખોડિયારપરા(Khodiyarpara)માં રહેતા સલીમ ઉર્ફે સાજિદ(Sajid) 80 ફૂટ રોડ પર આજી ડેમ(Aji Dam) નજીક અમૂલ સર્કલ(Amul Circle) પાસે આવેલા ધરતી રસ ડેપો(Dharti Ras Depot) નામે ચિચોડા ચલાવતો હતો. મંગળવારે રાતે 11:30 વાગ્યે તે ચિચોડા પર બેઠો હતો ત્યારે 9 શખસો બાઇક પર આવ્યા અને સલીમને પાઈપથી માર માર્યો હતો. આ ઉપરાંત, છરીના ઘા ઝીંકતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે થોરાળા પોલીસ(Thorala police) તાત્કાલિક દોડી આવી હતી સલીમના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં રસ ડેપો નજીક જંગલેશ્વરના શક્તિ અને કૃપાલે એક ભૈયાજીનો મોબાઈલ ચોર્યો હતો. આ બંનેને સલીમે રંગેહાથ પકડી મોબાઈલ લઈ ભૈયાજીને પરત આપાવ્યો હતો. આ બાબતનો ખાર રાખી શક્તિ અને કૃપાલ અન્ય 9 શખસો સાથે આવ્યો અને સલીમની હત્યા કરી હતી. 4 બાઇકમાં 11 શખસો આવ્યા હતા અને સલીમને હ્રદયના ભાગમાં છરીનો ઘા ઝીંકતા તેનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રોનો જણાવ્યા અનુસાર, મૃતક સલીમ ઉર્ફે સાજીદ દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

મૃતકના ભત્રીજાની ફરિયાદ પરથી 11 શખસો વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં 11 હત્યારા પૈકી 6 સગીર હોવાનું સામે આવ્યું છે. જેમાં બહાદૂર કિશોરભાઈ ચૌહાણ, શૈલેષ કિશોરભાઈ ચૌહણ અને 6 સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આસિફ, શાહરૂખ અને સાહિલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ત્યારે સમગ્ર મામલે થોરાળા પોલીસ દ્વારા આઈપીસીની કલમ 302, 323, 504, 506(2), 120(બિ), 143, 147, 148, 149 તથા જી પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *