મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે. પણ એટીએમનો અન્ય એક લાભ છે જેની મોટાભાગની જનતાને જાણ જ નથી. જો કોઈ પણ સરકારી કે બિનસરકારી બેંકનું એટીએમ તમારી પાસે છે તો એ બેંકમાં આપોઆપ તમારો અકસ્માત વીમો થઈ ગયો હોય છે.
આ વીમા ₹25000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીના હોય છે. આ યોજના શરૂ થયાને એક વર્ષ વીતી ગયા છે પરંતુ હાલમાં આ યોજના વિશેની 90 થી 95 ટકા લોકોને જાણકારી હોતી નથી. કારણકે બેંક પોતે આવી જાણકારીઓ ક્યારેય પોતાના ગ્રાહકોને આપતી નથી.
આ યોજના પ્રમાણે અકસ્માત દરમિયાન અપંગતા થી લઈને મૃત્યુ થવા સુધીનું અલગ અલગ વળતર મળે એવી જોગવાઈ કરવામાં આવી છે. આ વીમા માટે એટીએમ ધારકોએ કોઈપણ પ્રકાર ના પૈસા ભરવાના હોતા નથી. જો તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો તમને ઓટોમેટીક અકસ્માત વીમાનો લાભ મળી શકે છે.
નિયમ કંઇક આ પ્રકારના હોય છે કે, જો એટીએમ ભારતનો કોઈ અકસ્માતમાં મૃત્યુ થઇ જાય તો તેના પરિવારજનોને એ બેન્કમાંથી વળતર મળી શકે છે. આ યોજના ખાસ કરીને બેંકના ગ્રાહકો માટે જ હોય છે. પરંતુ બેંક ક્યારે આ વાતની જાણકારી પોતાના ગ્રાહકોને આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.