સુરત(Surat): શહેરની નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital)માં સમયાંતરે વારંવાર બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેના કારણે વિવાદનું કોકડું ગૂંચવાયેલું જોવા મળે છે. ત્યારબાદ રાત્રે હોસ્પિટલના બીજા માળે આવેલા હરણ્યા અને પ્રોસ્ટેટ સારવારના વોર્ડમાં કુતરાઓ આટાફેરા મારતા જોવા મળ્યા હતા. દર્દીઓ અને તેમના સંબંધીઓના બેડ નીચે કૂતરાઓ બિન્દાસ પણે ફરી રહ્યા છે.
મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરવામાં આવેલું હોય છે. આ પ્રકારની સારવાર લેનારા દર્દીઓને પણ જો કોઈ કૂતરો કરડે અથવા નાનું બાળક હોય તો તે જોખમી સાબિત થઇ શકે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વોર્ડમાં કૂતરાઓ રખડતા હોવા છતાં સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે દરેક વોર્ડમાં ગાર્ડ છે તેથી કૂતરાઓને પ્રવેશવા દેવામાં આવતા નથી.
સુરતની સિવિલ હોસ્પિટલના વોર્ડમાંકુતરાઓ આટાફેરા મારી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હદ તો ત્યારે થઇ કે, નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવા માટે કાઈ કરી રહ્યા નથી. સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે તેમ છતાં કુતરાઓ વોર્ડમાં ઘુસી ગયા છે. જે ખરેખર યોગ્ય બાબત ના કહી શકાય.
આ સમગ્ર બાબત અને જ્યારે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો જાણે તેમને આ બાબત અને કોઈ પણ પ્રકારની જાણ જ ન હોય અને એકદમ સહજતાથી જવાબ આપી દીધો હતો અને જવાબ આપતા કહ્યું હતું કે, વોર્ડમાં કુતરાઓ ન આવી શકે. દરેક વોર્ડમાં ગાર્ડ રાખવામાં આવ્યા છે. જેથી ગાર્ડ શ્વાનને અંદર આવવા દેતા નથી. જોકે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કુતરાઓ વોર્ડમાં બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે અને તંત્રની બેદરકારી ચોખ્ખી સામે આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.