તલાટીની નિવૃત્તિ પાર્ટીમાં સરકારી બાબુઓએ બાર ગર્લ સાથે લગાવ્યા અશ્લીલ ઠુમકા, જુઓ વિડીયો

Talati News Viral Video: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તલાટીમંત્રી તહસીલદારની નિવૃત્તિ નિમિત્તે અહીં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં બાર ગર્લ્સને બોલાવવામાં આવી (Talati News Viral Video) હતી અને તેઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ દરમિયાન મહેસુલી વિભગના કર્મચારીઓએ પણ જોરશોરથી ડાન્સ કર્યો હતો. સાથે જ પોલીસનો વોન્ટેડ ગુનેગાર પણ કાર્યક્રમમાં ખૂબ નાચતો જોવા મળ્યો હતો.

રિટાયરમેન્ટ પાર્ટી હતી કે…
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લાલગંજ તહસીલદારની નિવૃત્તિ પર ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહને યાદગાર બનાવવા મહેસુલ અધિકારીઓએ રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં બાર ગર્લ્સને બોલાવીને અર્ધ-નગ્ન વસ્ત્રોમાં જોરશોરથી ડાન્સ કરાવ્યો હતો. જ્યારે મહિલા ડાન્સરો ડાન્સ કરવા લાગી ત્યારે દારૂના નશામાં કેટલાક મહેસૂલ અધિકારીઓ પોતાની જાતને રોકી શક્યા નહીં અને ડાન્સર્સની કમરની આસપાસ હાથ ફેરવીને નાચવા લાગ્યા.

પોલીસનો વોન્ટેડ ગુનેગાર નાચતો જોવા મળ્યો
આ કાર્યક્રમમાં પોલીસ ફાઈલોમાં વોન્ટેડ ગુનેગાર સંદીપ સિંહ પણ સ્ટેજ પર ડાન્સ કરતો રહ્યો, જ્યારે કોર્ટે તેની સામે NBW તેમજ એટેચમેન્ટનો આદેશ જારી કર્યો છે. તાજેતરમાં નિવૃત્ત તહસીલદાર ધીરેન્દ્ર સિંહ પહેલા પણ વિવાદોમાં રહ્યા હતા, તેમને એડીએમ તરફથી ડિમોશન મળ્યા બાદ તહસીલદાર બનાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમને અશ્લીલ બનાવ્યો
માહિતી અનુસાર, 30 સપ્ટેમ્બરની રાત્રે આયોજિત વિદાય સમારંભમાં એસડીએમ નેન્સી સિંહ, સીઓ રામસુરત સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. સમારંભ સાંજ સુધી ગૌરવપૂર્ણ રીતે ચાલુ રહ્યો, જેમાં તહસીલદાર ધીરેન્દ્ર સિંહે તેમને ભેટ આપીને વિદાય આપી. પરંતુ રાત્રે કેટલાક મહેસૂલી કર્મચારીઓએ કાર્યક્રમને અશ્લીલ બનાવ્યો હતો. તેણે મહિલા ડાન્સરોને સ્ટેજ પર બોલાવી અને ‘બડી જાલીદાર બા તોહર કુર્તી’ જેવા ગીતો પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓએ પણ ડાન્સર સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો.