સુરતની 11 વર્ષની દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં મળ્યું સ્થાન

ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે, કે જાણીને તેમજ સાંભળીને આપને ખુબ જ નવાઈ લગતી હશે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.ડાયમંડ સિટી સુરતની સિદ્ધિ પટેલે ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં પોતાનો રેકોર્ડ બનાવીને સુરતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. માત્ર 11 વર્ષની નાની વયમાં સિદ્ધિએ કુલ 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને કુલ 72 ઇંચ એટલે કે કુલ 6 ફૂટનો ઊંચામાં ઊંચો ટોલેસ્ટ પિરામિડ બનાવીને એનું નામ તથા સુરત શહેરનું નામ સ દેશમાં રોશન કર્યું છે.

સિદ્ધિ હાલમાં માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની સાથે જ બાકી વધતાં સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો એનું ઉત્તમ ઉદાહરણ સિદ્ધિએ પૂરું પાડ્યું છે.પ્લાસ્ટીક ગ્લાસનો આ પિરામિડ બનાવવા માટે સિદ્ધિ કુલ 6 માસથી મહેનત કરી રહી હતી. ધ્યાન, એકાગ્રતા તેમજ  બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિદ્ધિએ પ્લાસ્ટિક ગ્લાસનાં કુલ 23 ફ્લોર બનાવીને એક નવો રેકોર્ડ રચ્યો છે.

કુલ 15 માળ બાદ તો એવું થતું કે થોડી હવાને લીધે, શ્વાસોચ્છવાસની ગતિને લીધે, બાજુમાંથી કોઈ પસાર થાય એના લીધે, પ્લાસ્ટિકનાં ગ્લાસનું બેલેન્સ ખોરવાઈ જતાં પિરામિડ બનતાં બનતાં રહી જશે. જો, કે એની માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલને લીધે એની ક્લેરિટીમાં પણ વધારો થતો ગયો તેમજ ક્યા કારણને લીધે પિરામિડ પડે છે. ધીમે- ધીમે એણે જોયું કે બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. એણે બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ પોતાનાં સપનાને સાકાર કર્યું છે.

એપ્રિલ માસમાં રાજ્ય સરકાર તરફથી કોવિડ 19ની કુલ 2 મિનિટ ઇનોવેટિવ વીડીયો સ્પર્ધામાં કુલ 2 વિષય જેમાં તે ‘stay home stay safe’ તથા ‘how to boost immunity ‘ માં પણ સિદ્ધિએ સમગ્ર રાજ્યમાં પહેલાં ક્રમાંક હાંસલ કર્યો હતો. માત્ર 11 વર્ષની નાનકડી વયમાં સિદ્ધિએ એના નામ મુજબ જ માતા-પિતા, કુટુંબ, સમાજ, સ્કૂલ તથા શહેરનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.

તમામ બાળકમાં સર્જન શક્તિ રહેલી જ હોય છે. એને વિકસિત કરવી, વધારવી તેમજ યોગ્ય દિશામાં વાળવી એ આ માતા પિતાની જવાબદારી રહેલી છે એવું દ્રઢપણે સિદ્ધિના માતા-પિતાનું જણાવવું છે. સિદ્ધિની માતા આયુર્વેદિક મર્મ દાબ સ્પેશ્યાલિસ્ટ છે. એમનું મિરેકલ ક્લિનિક છે. તેઓ ગર્ભ સંસ્કાર કાઉન્સેલર તેમજ લેખિકા પણ છે.

સિદ્ધિનાં પિતા તરુણભાઈ ઓટોમોબાઇલ એન્જિનિયર છે. એમની કંપનીનું નામ તરુણ મોટર્સ છે. નાની એવી સિદ્ધિએ આ સિદ્ધિને હાંસલ કરીને સાબિત કરી બતાવ્યું છે, કે સફળતા મેળવવાં માટે ઉંમર નહીં પરંતુ મજબૂત મનોબળની જરૂર રહેલી હોય છે. આવનાર વર્ષોમાં એ વધારે સિદ્ધિ પ્રાપ્ત કરીને સુરત તેમજ સમગ્ર દેશનું નામ રોશન કરે એવી પરિવારને સ્નેહીઓએ શુભકામના પાઠવી છે. આની સાથે જ સુરતના મેયર જગદિશ પટેલે પણ વીડિયો કોલ દ્વારા શુભકામના પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *