હારના મના હે દોસ્ત! 41 વર્ષની ઉંમરે ધોરણ 12ની પરીક્ષા આપી ને 45% સાથે ઉતીર્ણ થયા કમલેશભાઈ

પ્રેરણાત્મક કહાની(Inspirational story): આપણે એક મુહાવરો તો સંભાળતા જ હોઈએ છીએ કે, કોશિશ કરને વાલોં કી કભી હર નહિ હોતી પણ આ મુહવારાને કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ(Kamleshbhai…

પ્રેરણાત્મક કહાની(Inspirational story): આપણે એક મુહાવરો તો સંભાળતા જ હોઈએ છીએ કે, કોશિશ કરને વાલોં કી કભી હર નહિ હોતી પણ આ મુહવારાને કમલેશભાઈ ભીખાભાઈ કોરાટ(Kamleshbhai Korat)એ સાબિત કરીને બતાવી દીધું છે. કમલેશભાઈ કોરાટ જે હાલ સુરત(Surat) શહેરના મોટા વરાછા(Mota Varachha)માં રહે છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ 41 વર્ષની ઉમરે ધોરણ 12ની પરીક્ષા આપી ને 45% સાથે ઉતીર્ણ થયેલ છે. હાલ સમાજમાં નાના બાળકો અને યુવાઓમાં ભણતરને લઇને ખુબ ચિંતા ચાલી રહી છે અને ખાસ કરી કોરોના કાળ પછી બાળકો અને યુવાને ભણતરમાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એવામાં આપણા જ સમાજના કમલેશભાઈ કોરાટ પાસેથી બાળકો અને યુવાનોએ ખાસ શિખવાની જરૂર છે કે, જો તમે કોઈ લક્ષ્ય બનાવો અને એના પાછળ પૂરી મેહનત કરો તો તે કોઈ પણ ઉમરમાં કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવુ મુશ્કેલ નથી.

કમલેશભાઈ  કોરાટ 

અમે તમને જણાવી દઈએ કે, મુળ મોલડી ગામના અને હાલ સુરતના મોટાવરાછામાં રહેતા કમલેશભાઈ કોરાટ કે, જેઓની ઉંમર ૪૧ વર્ષે છે અને તે બીઝનેસ મેન છે અને ઘણા વ્યવસાય કરી રહ્યા છે તેમજ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. પોતે પ્રોપર્ટી ડીલરની સાથે સાથે, હાસ્ય કલાકાર, અને પ્રખર વક્તા પણ છે.તેઓ સાઈબર ક્રાઈમ બાબતે પોલીસ સાથે મળીને સેવા પણ આપે છે. તેમણે આખું વર્ષ ભણતા વિદ્યાર્થીઓને પ્રેરણા મળેએ હેતુથી માત્ર 10 જ દિવસ અભ્યાસ કરી ઘોરણ 12ની પરીક્ષા આપી અને 45% સાથે ઉતીર્ણ થયા છે.

કમલેશભાઈને અભ્યાસમાં તેમની જ દિકરી અને શિક્ષકો એ માર્ગદર્શન પૂરું પાડેલું. હાલમાં જ્યારે વિદ્યાર્થીઓ નાપાસ થવાના બીકે અથવા તો નાપાસ થવાથી આપઘાત જેવા પગલાં ભરે છે ત્યારે કમલેશભાઈ એમના માટે એક ઉદાહરણ રૂપ કહેવાય. આજની જનરેશનને એમનું કહેવાનું એટલું જ છે કે, સફળતા કોઈ પણ ઉંમરમાં મેળવી શકાય. બસ તમારા હોસલા બુલંદ હોવા જોઈએ.

કહેવાય છે ને કે, કદમ જેના અસ્થિર હોય એમને રસ્તો પણ જડતો નથી, અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી.

બસ એ અડગ મનના માનવી એટલે કમલેશ ભીખાભાઈ કોરાટ. અડગ મનના એટલા માટે કારણકે, એમણે આ વર્ષે પોતાની 42 વર્ષની ઉંમરે ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી અને પોતે તેમાં ઉત્તીર્ણ થઈ અનેક વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડી છે. પરીક્ષાઓમાં નાસીપાસ થઈને જ્યારે વિધાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે અને ધંધો રોજગાર કરનાર નવા સાહસિકો જ્યારે અસફળ થઈ ને હાર માની લેતા હોય છે. ત્યારે પીન્ટુ ભાઈ નું આ પરિણામ કહે છે કે હારના મના હે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *