૩૨ વર્ષની ઉંમરે પતિએ તરછોડી દીધા અને બંને સંતાનોની જવાબદારી નિભાવી, ૪૦ વર્ષે કલેકટર બન્યા

રાજસ્થાન: તાજેતરમાં રાજસ્થાનમાંથી મહિલાઓ માટે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં જોધપુરની આશા કંડારાને આજથી 8 વર્ષ પહેલાં તેના પતિએ તરછોડી દીધી હતી. ઉપરાંત માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલી આશા પર બે સંતાનોની જવાબદારી પણ હતી. જાણવા મળ્યું છે કે, પતિએ જ્યારે એને તરછોડી ત્યારે આશાની ઉમર 32 વર્ષની હતી. બીજા લગ્ન કરવાના બદલે પોતે જ હવે બાળકોના માતા-પિતા તરીકેની બેવડી ભૂમિકા નિભાવશે અને બાળકોનો ઉછેર કરશે એવું તેણે નક્કી કર્યું હતું.

નાના-નાના કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી શકાય પરંતુ જો બાળકોને સારો અભ્યાસ કરાવવો હોય તો મોટું કામ કરવું પડે અને મોટું કામ કરવા માટે ભણવું જરૂરી છે. જેથી 32 વર્ષની આશાએ પરિવારની જવાબદારીઓ નિભાવવાની સાથે કોલેજનો અભ્યાસ પણ શરુ કર્યો હતો. સમાજના અને આસપાસના લોકો આશાને તાના મારતા અને કહેતા ’આ તે કાંઈ ભણવાની ઉંમર છે? એના મા-બાપ પણ બુદ્ધિ વગરના છે તે છોકરીને બીજાના ઘરના બેસાડવાના બદલે આ ઉંમરે ભણવાની છૂટ આપી છે. જાણે કે, તે ભણી-ગણીને મોટી કલેક્ટર થવાની હોય!’

ત્યારે આશાને લોકોની આ વાત ચોંટી ગઈ પણ નકારાત્મક રીતે નહીં, હકારાત્મક રીતે. આશાએ સંકલ્પ કર્યો કે, હવે એ અધિકારી બનવા તનતોડ મહેનત કરશે. એક મહિલા તરીકે ઉંમરનો જે લાભ મળે તે લાભ લઈને સરકારી અધિકારી બનવા પરીક્ષા આપશે. આશા કહેતી કે, ‘લોકો તમારા પર પથ્થર વરસાવે તો એ પથ્થરો ભેગા કરીને એનો પુલ બનાવવો જોઇએ જેના પરથી તને સફળતાનાં શિખર સુધી પહોંચી શકો. મેં પણ એ જ કર્યું. લોકોના શબ્દો મારા માટે ઝનૂન બની ગયા અને હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ હતી.

આ દરમિયાન, આશા કંડારાને જોધપુર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ મળ્યું હતું. પોતાના પગ પર ઉભા રહીને પરિવારની જવાબદારીઓ નિભાવવા મથતી આ સ્વમાની મહિલાએ સફાઈ કામદાર તરીકેનું કામ સ્વીકાર્યું હતું. વહેલી સવારે જોધપુરની શેરીઓ વાળતી આશા મોડી રાત સુધી પરીક્ષાની તૈયારીમાં લાગી જતી હતી. થોડા સમય અગાઉ રાજસ્થાન જાહેર સેવા આયોગનું પરિણામ જાહેર થયું. જોધપુરની શેરીઓ સાફ કરવાનું કામ કરતી આશા કંડારાએ આર.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને 40 વર્ષની ઉંમરે ડેપ્યુટી કલેક્ટર બની. લોકો કટાક્ષમાં જે કહેતા હતા તેને આશાના ઝનૂન અને જઝબાએ સત્ય સાબિત કરીને બતાવ્યું.

ઉપરાંત જોધપુરના મેયરે પણ આશા કંડારાનું સન્માન કરતી વખતે કહ્યું કે, ‘જોધપુર નગરપાલિકાના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે કોઈ સફાઈ કામદાર સીધા જ ડેપ્યુટી કલેકટરના પદ પર પહોંચ્યા હોય.’ આ ઘટના માત્ર જોધપુર નગરપાલિકાની જ નહીં કદાચ સમગ્ર દેશની પ્રથમ ઘટના હશે. મેં એક 40 વર્ષની બે સંતાનોની માતા સફાઈ કામદારમાંથી સીધી જ ડેપ્યુટી કલેક્ટર બની હોય! લોકો તમારા વિશે શું વાતો કરે છે કે શું બોલે છે? એ સાંભળવામાં રહેશો તો તમારે જે કરવું છે એ ક્યારેય નહીં કરી શકો. તમે ફક્ત તમારું કામ કરો એક દિવસ એવો આવશે કે તમારું કામ બોલશે અને લોકો બોલતા બંધ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *