ભક્તોના દુ:ખોના તારણહાર મોગલ માં ના પરચા અપરંપાર છે. માં મોગલ વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું જ પડે. આ કળીયુગમાં પણ પોતાના સાક્ષાત પરચા પૂરે છે માં મોગલ! માં મોગલના ધામે આવેલું એક પણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે પરત ફરતું નથી. સાચા દિલથી મનોકામનાઓ માંગનારા દરેક વ્યક્તિની ઈચ્છા માં અવશ્ય પૂરી કરે છે.
આજે માં મોગલના આવા જ એક પરચા વિશે તમને જણાવીશું. સુરતના રહેવાસી ભાવનાબેન પરમાર તેમની દીકરી નેહાબેન પરમાર અને ફઈબા મીતાબેન યાદવ સાથે મોગલધામ પોતાની માનતા પૂરી કરવા માટે આવી પહોચ્યા હતા. સૌપ્રથમ તો તેમને મોગલધામ આવીને માં ના આશીર્વાદ મેળવ્યા અને માં મોગલનો આભાર માન્યો. ત્યારબાદ મોગલધામ માં બિરાજિત મણીધર બાપુના આશીર્વાદ મેળવ્યા. પોતાની માનતા પૂરી કરતા તેમણે ત્યાં પાંચ હજારના કપડા અને પાંચ હજાર રૂપિયા રોકડા આપ્યા.
ત્યારે મણીધર બાપુ એ તેમને માનતા વિશે પૂછ્યું કે, આ શેની માનતા છે? ત્યારે ભાવનાબેન એ જણાવતા કહ્યું કે, મારા રૂપિયા એક જગ્યા એ અટવાયેલા હતા. તેથી મેં માં મોગલની માનતા માની હતી કે જો મારા આ અટવાયેલા રૂપિયા મને મળી જાય તો હું પાંચ હજાર રૂપિયાનું વસ્ત્રદાન અને પાંચ હજાર રૂપિયાનું અન્નદાન કરીશ. ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે, તારો વસ્ત્રદાન કરવાનો આ વિચાર ખુબ જ ઉત્તમ છે. વસ્ત્રદાન ખુબ જ સારું દાન કહેવાય. તારા લાવેલા આ વસ્ત્રો હું નાની દીકરીઓને વહેચી દઈસ. અને અન્ન માટે આપેલા પૈસામાં બાપુ એ એક રૂપિયો ઉમેરી પરત આપ્યા અને તેમની ત્રણેય દીકરીઓને સરખે હિસ્સે વહેચી લેવા જણાવ્યું. અને કહ્યું કે માં એ તમારી માનતા પચાસ ગણી સ્વીકારી લીધી છે.
માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ નો મહિમા પણ પરંપાર રહ્યો છે. લોકો માં મોગલ પ્રત્યે ખુબ જ વિશ્વાસ દાખવે છે. અને એનું જ પરિણામ છે કે માં મોગલ પણ પોતાના બાળકોને ક્યારેય નિરાશ કરતા નથી. માં મોગલના પરચાઓ માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે. લોકો લાખોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.