ડોક્ટરોએ મૃત જાહેર કરેલી નવજાત બાળકીના અંતિમસંસ્કાર કરતી વખતે પિતાને દેખાયું કઈક એવું કે.., ચારેતરફ સ્મશાનમાં મચી ગઈ અફરાતફરી

હરિયાણા: કહેવાય છે કે જયારે કોઈ મહિલા માતા બને છે તો તેના શરીરમાંથી બીજા શરીરનો જન્મ થાય છે અને આ સાથે જ માતાની અંદર ઘણી ભાવનાવો જન્મ લેતી હોય છે. જયારે એક સ્ત્રી જયારે બાળકને જન્મ આપે ત્યારે તેને ઘણી તકલીફ થાય માનો કે મરતા મરતા પાછી આવે છે. પણ જયારે માતા એ પોતાના બાળકને જન્મ આપે છે તો તેની બધી જ મુશ્કેલી તે ભૂલી જાય છે. પણ જયારે એ જ બાળક મારેલું જન્મે તો એ માતાને જે તકલીફ થઇ હોય છે એ બે ગણી વધી જાય છે. તેના દુઃખની કોઈ સીમા જ નથી હોતી.

ત્યારે હરિયાણાના યમુનાનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ચમત્કારને જોઈને બધા જ નવાઈ લાગશે. અહીં એક મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ડોક્ટર દ્વારા એ દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. તમને એક ખાસ વાત જણાવી દઈએ કે, હિન્દૂ ધર્મમાં મૃત્યુ પછી અંતિમ વિધિની પ્રક્રિયા એટલા માટે પણ કરવામાં આવે છે કે વ્યક્તિઓનું મન એ બીજી તરફ રહે અને તેમનું દુઃખ તે ભૂલી શકે.

આ બાળકીના મૃત્યુ પછી ત્યાંનું વાતાવરણ જ એવું હતું કે એક તરફ માતા એ પોતાની નવી જન્મેલ દીકરીને ગુમાવી દેવાથી બહુ દુઃખી હતી તેની હાલત બહુ ખરાબ થઇ ગઈ હતી. બીજી બાજુ બાળકીના પિતાએ પણ પોતાન હદય પર પથ્થર રાખીને દીકરીના અંતિમ સંસ્કારની તૈયારી કરી અને તેને લઇ ગયા.

પણ કહેવાય છે ને કે, માતા નવ મહિના બાળકને પોતાની અંદર રાખે છે અને પછી જન્મ આપે છે એટલે માતા તો બાળકને પ્રેમ કરે જ છે પણ એક પિતા માટે પણ એ બાળક બહુ ખાસ હોય છે. બાળકીના પિતાથી રહેવાતું નથી અને તે પોતાની દીકરીને છેલ્લી વાર જોવા માંગે છે. ત્યારે દીકરી જોવા માટે તેના ઉપર રાખેલ પોલીથીન હટાવે છે. પોલીથીન હટાવતા જ પિતા જુએ છે કે, તેમની દીકરી જેને ડોક્ટરોએ મૃત કહી હતી એ દીકરીની આંખો ખુલી હતી અને તે હાથ પણ હલાવી રહી હતી.

એટલે આ દીકરી જીવતી હતી. આ બધું જોઈને દીકરીના પિતા તો ખુબ ખુશ થઇ ગયા. ત્યારબાદ દીકરીને ફરીથી દવાખાન લઈ જવામાં આવે છે અને ડોક્ટરને બતાવવામાં આવે છે. ત્યાં એ દીકરીને એકદમ સ્વસ્થ અને જીવિત હોવાનું જણાવવામાં આવે છે. આ સમાચાર માતાને મળતા જ તે પણ ખુબ ખુશ થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *