રશિયા અને યુક્રેન(Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા અને યુક્રેને એકબીજા સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ, તેમાં કોઈ ઉકેલ આવી શક્યો નહોતો. જાણવા મળ્યું છે કે, સરહદની આસપાસનો વિસ્તાર કબજે કર્યા બાદ રશિયા રાજધાની કિવ(Kiev) તરફ આગળ વધી રહ્યું છે. જેની તસવીર સોશિયલ મીડિયા(Social media) પર હાલ વાયરલ થઈ રહી છે. રશિયન સૈનિકોનો 40-માઇલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધતો જોવા મળે છે. તો બીજી બાજુ બીજી રણનીતિની પણ તૈયારી થઈ રહી છે.
તે જ સમયે, તાઈવાન અને ચીન વચ્ચે તણાવ પણ વધી રહ્યો છે. તાઈવાનના આકાશમાં ફાઈટર જેટ પણ જોવા મળ્યા છે. એવું કહેવાય છે કે, ચીને મહિનામાં એક વાર નહીં પણ 12 વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જે બીજા યુદ્ધ તરફ દોરી જશે. શી જિનપિંગ અને પુતિને તાજેતરમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેઓએ તાઇવાનને ચીનનો ભાગ ગણાવ્યો હતો. ચીનની સૈન્ય તાઈવાન કરતાં વધુ મજબૂત અને મોટી હોઈ શકે છે, પરંતુ તાઈવાન પર હુમલો કરવો એ કોઈ બાળકોની રમત નથી.
ચીન અને તાઈવાન વચ્ચેના આ યુદ્ધ પાછળના કારણો શું છે? 1950ના દાયકાથી, ચીને તાઇવાનને જોડવાની માંગ કરી છે, જેમાં ઘણી સરકારો આવી અને જતી રહી છે અને તાઇવાનને હસ્તગત કરવાની ઇચ્છા માત્ર એક ઇચ્છા બની જાય છે. 1949માં ચીનથી અલગ થયા બાદ તાઈવાને પોતાને એક અલગ દેશ તરીકે સ્થાપિત કર્યો. પરંતુ ચીન તેને અલગ દેશ માનતું નથી. આ જ કારણ છે કે, છેલ્લા 70 વર્ષથી બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. જાણવા મળ્યું છે કે, એવા સમયે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ચીન પણ તાઈવાન પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.