કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા પડીકું વળી ગઈ સ્વીફ્ટ કાર- અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત

ગુજરાત(Gujarat): ખેડા(Kheda)ના કઠલાલ(Kathalal)માં મોડી રાત્રે હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત દરમિયાન પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાદમાં સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં પણ ન રહી હતી. સ્વીફ્ટ કાર ભાંગીને ભુક્કો થઇ ગઈ હતી. તસવીરો જોઈને જ કહી શકાય કે અકસ્માત(accident) ખુબ જ ગંભીર હતો. મૃત્યુ પામેલા બે વ્યક્તિઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરાના છે. જયારે કે, અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ખેડાના કઠલાલ તાલુકાના પોરડા પાટીયા નજીક ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી આ દરમિયાન પોરડા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા જોરદાર રીતે અથડાઈ હતી અને જોતજોતામાં કારનો કુરચો બોલી ગયો હતો. ટેન્કર સાથે જોરદાર ટકકર થયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી.

આ કારમાં અકસ્માત સર્જાયો તેમાં કુલ પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તો એક વ્યક્તિ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને કઠલાલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનુ પણ સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યુ હતું. મૃતકોના મૃતદેહોને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ:
આ ગમખ્વાર અકસ્માતમાં સુરેશભાઈ ચમનભાઈ મેણિયા (ઉં.વ.30, રહે.બાબાજીપુરા, તા.લખતર, જિ. સુરેન્દ્રનગર), વિક્રમ બાલુભાઈ પાભરિયા (ઉં.વ.35, રહે.બાબાજીપુરા, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર), ભરતભાઈ કેશાભાઈ જમોડ (ઉં.વ.45, રહે. ચેજરા, તા.વિરમગામ, જિ. અમદાવાદ),પ્રભુભાઈ લાખાભાઈ બકુડિયા (ઉં વ.35, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે સુનીલ હરિભાઇ કુમાદરા (ઉં.વ. 24, રહે. વસવલિયા, તા.વિરમગામ, જિ. અમદાવાદ)નું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *