સુવાલી જવાનો પ્લાન બનાવ્યો હોય તો ફેરવી નાખજો! જુઓ કેવો ગાંડોતુર બન્યો છે દરિયો

સુરત(ગુજરાત): સુરત(Surat)ના હઝીરા(Hazira) વિસ્તાર એ મહાકાય વિસ્તાર સુંવાલી ગામ(Suwali village)ના છેવાડે આવેલ સુવાલી દરિયા કિનારો છે. ત્યાં આજે પિક્ષો સિટી(Pixo City)ના સહયોગથી અને હઝીરા પોલીસસ્ટેશનના…

સુરત(ગુજરાત): સુરત(Surat)ના હઝીરા(Hazira) વિસ્તાર એ મહાકાય વિસ્તાર સુંવાલી ગામ(Suwali village)ના છેવાડે આવેલ સુવાલી દરિયા કિનારો છે. ત્યાં આજે પિક્ષો સિટી(Pixo City)ના સહયોગથી અને હઝીરા પોલીસસ્ટેશનના સહયોગથી આ સુવાલીના દરિયા કિનારે એક સાવચેતી બેનર(Caution banner) લગાવામાં આવ્યા છે.

આજ રોજ સુવાલી દરિયા કિનારે સાવચેતીના બોર્ડ લગાવી દરિયા કિનારે આવતા જતા લોકોને સૂચના વંચાય એવા મોટા બોર્ડ લગાવી આવતા જતા લોકોને અપીલ કરવામાં આવી છે. દરિયા કિનારે નાહવા માટે પણ સખ્ત મનાય છે. છતાં દૂર દૂરથી લોકો નાહવા માટે આવે છે. આ દરમિયાન, અચાનક ભરતીના પાણી ફરીવળતા દરિયામાંથી નીકળવું મુશ્કેલ પડી જાય છે.

જણાવી દઈએ કે, ત્યારે 4 દિવસ પહેલા 5 જવાનો ડૂબ્યા હતા જેમાંથી 1 જવાનને જુનાગામના યંગ સ્ટાર દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જયારે 4 યુવાન ડૂબ્યા હતા તેમનો મૃતદેહ મળી આવ્યા હતા. અવારનવાર આવી ઘટના બને છે છતાં દૂર દૂરથી આવતા નવ યુવાન પણ નોટીસનો અમલીકરણ કરતા નથી.

ત્યારે આજ રોજ પિક્ષો સિટી અને હઝીરા પોલીસ સ્ટેશનના પીઆઇ સાહેબ અને પી.એસ.આઈ રાઠોડ સાહેબ અને પિક્ષો સિટીના મેનેજર મયંક પટેલના સહયોગથી બેનર લગાવી એક સાવચેતીની નોટીસ લગાવામાં આવી છે અને વધુમાં દરિયા કિનારે હરવા ફરવા આવેલા માટે સેફટી અને સલામતી માટે પોલીસ પણ મુકવામાં આવ્યા છે. છતાં સુરતી લાલાઓ પોતાનો જીવ જોખમમાં લઈ નાહવા પડે છે અને અવાર નવાર આ દરિયા કિનારે અત્યાર સુધી 60/70 જેટલા યુવાનો ભોગ લઈ લીધો છે છતાં સુરતીલાલાઓ નાહવામાં મસ્ત ગુલ થઈ જાય છે.

પ્રશાશન દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવતી હોય છે. તો આ તબક્કે એક વાર ફરી હઝીરા પોલીસ સ્ટેશનના P I જે બી બુમ્બડીયા અને PSI રાઠોડ દ્વારા pixo city ના માનજર મયંક પટેલ સાથે બીચની મુલાકાત લઈને ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું હતું. સાથે સાથે કડક શબ્દોમાં બીચ પર ફરવા આવતા સહેલાણીઓને દરિયામાં નાહવા નઈ જવાનું પાલન કરવા ફરમાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *