ગુજરાત રાજ્યમાં એક પછી એક મંદિરોને સોનાથી મઢવામાં આવી રહ્યા છે. આ સમયે હાલ ગુજરાતનાં એક શહેરમાં આવેલી 111 ફૂટ ઉંચી મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહાદેવની મૂર્તિ વડોદરાનાં સુરસાગર તળાવનાં મધ્યમાં સ્થાપિત કરવામાં આવી છે અને આ મૂર્તિનું નિર્માણકાર્ય વર્ષ 1995માં થયું હતું. તે પછી 2002માં લોકાર્પણ થયું હતું. હાલ આ મૂર્તિને તાંબાથી કોટિંગ કરવામાં આવી છે પણ આવનાર ફેબ્રુઆરી માસ સુધીમાં મૂર્તિને સોનાથી મઢવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. મહાદેવની મૂર્તિને 25 વર્ષ પુરા થતા સત્યમ શિવમ સુન્દરમ ટ્રસ્ટએ આ નિર્ણય કર્યો છે. પ્રતિમાને સોનાથી મઢવાનું કામ પણ ઘણા દિવસોથી ચાલી રહ્યું છે તેમજ વર્ષ 2021નાં ફેબ્રુઆરી માસમાં પ્રતિમાને સોનાથી મઢવાની કામ સંપૂર્ણપણે પૂરું થઇ જશે.
વડોદરાનાં મધ્યમાં આવેલાં સુરસાગર તળાવમાં બિરાજમાન મહાદેવની મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવા માટેની કામગીરી ચાલુ થઈ ગઈ છે તેમજ અત્યારે સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી માટે છેલ્લા 40થી પણ વધારે દિવસોથી મૂર્તિની આસપાસ માચડા બાંધવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. માચડા બાંધવાની કામગીરી પૂરી થયા પછી મૂર્તિને સોનાનો ઢોળ ચઢાવવાની પ્રક્રિયા પણ ચાલુ થશે.
સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી મૂર્તિને 5 ઓગષ્ટથી સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે સૌથી પહેલા પ્રતિમાની આજુબાજુ માચડા બાંધવામાં આવ્યા હતા. પ્રતિમાને સોનાનાં ઢોળ ચઢાવવાની કામગીરી અગાઉ વડોદરા શહેરનાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ મંત્રી યોગેશ પટેલએ શિવજીની ચાંદીની છડીનું પુજન કર્યું હતું તેમજ એ પછી મહાદેવની ભવ્ય મૂર્તિનું પૂજન કર્યું હતું.
પ્રતિમાને સોનાથી મઢવાની કાર્યવાહી કરતા અગાઉ અત્યારે પ્રતિમાને કેમિકલથી સાફ કરવાની કામગીરી ચાલુ છે. 2021નાં ફેબ્રુઆરી મહિનામાં આવતા શિવરાત્રીનાં દિવસે સોનેથી મઢેલાં આ મહાદેવનાં દર્શન શહેરના લોકો કરી શકશે. મહત્ત્વપૂર્ણની વાત છે કે, પ્રતિ વર્ષે નવરાત્રીનાં આઠમા નોરતે સુરસાગર તળાવમાં આવેલી સર્વેશ્વર મહાદેવની મૂર્તિની હજારો દિવડાની આરતી કરવામાં આવે છે પણ COVID-19ના સમયગાળા દરમિયાન આ વર્ષે લોકો ભેગા થઇ શકશે નહીં. તો બીજી બાજુ સરકાર દ્વારા પણ નવરાત્રી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સર્વેશ્વર મહાદેવની આરતી લોકો દ્વારા થઇ શકશે કે, નહીં તે પણ એક સવાલ છે.
મૂર્તિને સોનાથી મઢવાની ઘોષણા કરી છે તે સત્યમ શિવમ સુન્દરમ ટ્રસ્ટ ભાજપ સરકારનાં મંત્રી યોગેશ પટેલ ચલાવી રહ્યા છે તેમજ મૂર્તિને સોનાથી મઢવા માટે દાતાઓ સોનાનું દાન પણ આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle