જુવો તસ્વીરો: અટલાદરા સ્વામિનારાયણ મંદિર 5000 દીવડાઓથી ઝગમગ્યું

Published on: 6:01 am, Tue, 6 November 18

ધનતેરસની સાંજે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 5 હજાર દીવડાઓની રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. આ નજારો જોવા માટે ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં જામી હતી.

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ધનતેરસથી લાભપાંચમ એટલે કે દિવાળીના સળંગ આઠ દિવસ સુધી મંદિરના પરિસરમાં દીવડાઓની રોશની કરવામાં આવશે.

દિવાળી અન બેસતાવર્ષના દિવસે અન્નકૂટ અને આરતીના દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિરનો આ નજારો નિહાળવો એક અનેરો લ્હાવો બનશે. બીજી તરફ દીપોત્સવ પર્વના ભાગરૂપે 7 નવેમ્બર,દિવાળીના દિવસે સાંજે 6 વાગે સમૂહમાં ચોપડા પૂજન અને 8 નવેમ્બર બપોરે 12 થી સાંજે 7 વાગ્યા દરમિયાન 1200 થી વધુ વાનગીઓના ભવ્ય અન્નકૂટનો પણ ભક્તજનો લાભ લઈ શકશે.

દિવાળી દરમિયાન શહેર-જિલ્લામાંથી હજારો ભક્તો મંદિરમાં આવવાના હોવાથી આ વિશેષ દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.