ATMમાં અજાણ્યાની મદદ લેતાં પહેલા આ વિડીયો ખાસ જુઓ- કેવી રીતે બે ગઠીયા છેતરપિંડી કરી 1 લાખ ઊપાડી ગયા

સુરેન્દ્રનગર(Surendranagar): ATM સેન્ટરમાં કાર્ડ બદલી છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે ATM સેન્ટરમાં છેતરપિંડીનો ભોગ બનતા કાર્ડધારકોએ જાગૃત રહેવું ખુબ જ જરુરી…

સુરેન્દ્રનગર(Surendranagar): ATM સેન્ટરમાં કાર્ડ બદલી છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહેતા હોય છે. ત્યારે ATM સેન્ટરમાં છેતરપિંડીનો ભોગ બનતા કાર્ડધારકોએ જાગૃત રહેવું ખુબ જ જરુરી બની ગયું છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા(Dhrangadhra)માં ATM કાર્ડ બદલી થયેલી છેતરપિંડી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર્ડધારક સાથે બે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા હતી. હવે પોલીસ દ્વારા CCTVના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રેલવે સ્ટેશન સામે ગેસ્ટહાઉસવાળી શેરીમાં રહેતા ભગાજીભાઈ વણઝારાને ATMમાંથી પૈસા ઉપાડવા હતા. જેને કારણે તેણે પોતાનું ATM કાર્ડ આપી પોતાના પુત્રને આપ્યું હતું અને પૈસા ઉપાડવા મોકલ્યો હતો, પરંતુ પુત્ર ઘરે પૈસા લીધા વગર જ આવી ગયો હતો.

 

પોતાના ખાતામાંથી 1 લાખ 9 હજાર 623 રૂપિયા ઉપડી જતા ભગાજીભાઈ હચમચી ઉઠ્યા હતા. તેઓ દ્વારા તરત જ બેંકને જાણ કરી પોતાનું કાર્ડ બ્લોક કરાવી દીધું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જો વાત કરવામાં આવે તો ફરિયાદીનો પુત્ર જ્યારે ATMમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો તે સમય દરમિયાન ત્યાં સેન્ટરમાં બે અજાણ્યા શખ્સો પણ હાજર હતા. પુત્ર દ્વારા પૈસા ઉપડી રહ્યા ન હોવાને કારણે તેના દ્વારા બંને વ્યકિતની મદદ માંગવામાં આવી હતી.

જેથી બંને શખ્સોએ ચાલાકી દાખવીને સગીર પાસે રહેલા ATM કાર્ડનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ સગીરનું ધ્યાન ભટકાવી એક વ્યકિતએ પોતાના હાથમાં કાર્ડ લઈ તેની પાછળ ઉભેલા અન્ય વ્યકિતને કાર્ડ આપી બદલાવી લીધું હતું. ત્યારપછી ત્યાંથી બંને લોકો કંઈ થયું જ ન હોય તે રીતે ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *