સુરતમાં એટીએમ ક્લોન કરતી ગેંગ ઝડપાઇ, બિહારની ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ

સુરત શહેરમાં એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘણી ફરિયાદો પોલીસને મળી રહી હતી. જેમાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 લોકોને…

સુરત શહેરમાં એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ઘણી ફરિયાદો પોલીસને મળી રહી હતી. જેમાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ATM ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના 5 લોકોને ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યો બિહારથી દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ઘટનાને અંજામ આપતા હોવાનું કબુલ કર્યું છે.

ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવીથી ગેંગ ઝડપી
સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એટીએમમાંથી બે દિવસ પહેલા યુવકોના રૂપિયા ઉપડી જવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.આ દરમિયાન છેલ્લા ઘણા સમયથી એટીએમમાંથી રૂપિયા ઉપડી જવાની ફરિયાદો વધી રહી હતી. જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા એટીએમ ક્લોન કરી છેતરપિંડી કરતી ગેંગના પાંચને પાંડેસરા કૈલાશ નગર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટમાં આવતા
પોલીસની આરોપીઓ સાથેની પૂછપરછમાં જણાવ્યું હતું કે, વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને ડિંડોલી, ઉધના, લિંબાયત, સચિન જીઆઈડીસી, પાંડેસરા, પુણા વિસ્તારમાં આવેલા ફક્ત એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવતા હતા.

ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવતા લોકોના એટીએમ ક્લોન કરી દિલ્હીના ફિરોજપુર જઈ રૂપિયા ઉપાડી લેતા હતા. સુરત શહેર સાથે મુંબઈ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ સહિતના રાજ્યોમાં આ રીતે ગુના આચર્યા હોવાની કબૂલાત તેમણે કરી છે. જેથી પોલીસને વણશોધાયેલા આઈટી એક્ટના 4, ઘરફોડ ચોરીના 6 મળી કુલ 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવી અલગ અલગ ટીમ બનાવી એક્સિસ બેંકના એટીએમને જ ટાર્ગેટ બનાવતા હતા. ત્યારબાદ એટીએમ મીશનનું હુડ ડુપ્લિકેટ ચાવીથી ખોલી તેની અંદર કાર્ડ રીડરની સાથે પોતાની પાસે રહેલા સ્કિમર મશીન લગાવી દેતા હતા.

ત્યારબાદ રૂપિયા ઉપાડવા આવનાર વ્યક્તિના કાર્ડનો ડેટા ચોરી કરી જે તે વ્યક્તિ જે પીન એન્ટર કરે તે પીન બાજુમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં લખી લેતા હતા. ત્યારબાદ એટીએમમાંથી મેળવેલો ડેટા લેપટોપ પર ચડાવી મિનિટુલ્સ સોફ્ટવેર મારફતે રાઈટર મશીનનો ઉપયોગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવતા હતા. ત્યારબાદ દિલ્હી, બિહારના શહેરમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *