મહેસાણાની કરુણ ઘટના: 2 બાળકોએ ગુમાવ્યો જીવ -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો…

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલ વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો સંતાકુકડીની રમત રમતા-રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંન્ને બાળકોની લાશો મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. હાલ બાળકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે. આ દૂર્ઘટનામાં સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે. બંન્ને મિત્રોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેના કારણે આખુ ગામ હિબકે ચઢ્યું હતું.

સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલ વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં રમવા ગયેલા બે બાળકોની ગઈકાલે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી લાશો મળી આવતાં ચકચાર મચી ગયો હતો. બંને બાળકોનું ગૂંગળામણથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું  છે. બોકરવાડા ગામના પટેલ દિનેશભાઇ લીલાભાઇનો 10 વર્ષનો પુત્ર સોહન શુક્રવારે સાંજના 4 કલાકે ગામમાં પટેલ હર્ષિલકુમાર મનીષભાઇના ઘરે રમવા ગયો હતો. મોડે સુધી ઘરે પરત નહીં આવતાં દિનેશભાઇએ હર્ષિલના ઘરે તપાસ કરતાં તે પણ ઘરે ન હતો. જે બાદ બંને પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પણ પ્રકારની જાણકારી મળી ન હતી. જે બાદ ગામના નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો ભેગા થઇને દરેક લોકોએ અલગ-અલગ જગ્યાએ તપાસ હાથધરી હતી.

બન્ને બાળકોના પરિવાર જનોના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજે 6-30 કલાકે એક મકાનની આગળ મૂકેલા સ્લાઇડરવાળા કબાટમાંથી બંને બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક ઊંઝા સુવિધા હોસ્પિટલમાં લઇ જતા તબીબે બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બંનેનું વિસનગર સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમજ મૃતકના પિતા દિનેશભાઇ પટેલના નિવેદન આધારે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, સોહન અને હર્ષિલ બંને બાળકો રમતાં રમતાં બંધ મકાન આગળ પગરખાં મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં સંતાવવા ગયા હોઇ શકે. જે બાદ કબાટ લોક થઇ જતાં અંદરથી બહાર ન નીકળી શકતાં ગૂંગળામણને કારણે મોત નીપજ્યા હોઇ શકે છે. બંને બાળકોનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, ઘટના સ્થળે જોવા મળેલ લોહીના નિશાન અંગે જણાવ્યું કે, ઓક્સિજન ન મળતાં નસકોરી ફૂટી હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *