હાલ અમદાવાદમાંથી એક અજીબોગરીબ બાબતે મારપીટનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિરમગામ તાલુકમાં લાંબી મૂછ રાખવા પર એક દલીત યુવક પર ગામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડીએસ વ્યાસે જણાવ્યું કે, અનુસૂચિત જાતિના સુરેશ મગનભાઈ વાઘેલાએ ફરિયાદ કરી છે કે, લાંબી મૂછ રાખવાના કારણે અન્ય વર્ગના 11 લોકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, હાલ સુરેશ વાઘેલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કેસમાં ફરિયાદ બાદ અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સુરેશ વાઘેલાએ જણાવ્યું કે, તે કરાકથલ ગામમાં રહે છે. ગામના જ ધમા ઠાકોર નામના શખ્સે સુરેશને ફોન કરી બોલાવતાં તેણે કાલે મળીશ એમ કહ્યું હતું. ત્યારબાદ રવિવારના રોજ તેના ઘરની બહાર કેટલાક ઠકોર સમાજના લોકો પહોંચ્યા હતા.
ઠાકોર સમાજની આગેવાનીમાં આવેલા આ લોકોએ તેને લાંબી મૂંછ રાખવા પર જાતિવાદી ગાળો પણ આપી હતી. તેણે ફરિયાદમાં કહ્યું કે, આ તમામ લોકો ધારદાર હથિયાર અને દંડા સાથે લઈને આવ્યા હતા. બોલાચાલી બાદ તેઓએ તેના પર હુમલો કર્યો હતો.
આ ઉપરાંત ધમા ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશના ઘરે આવી માર મારતાં સુરેશની બહેન તરૂણાબેન અને પિતા મગનભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતા ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત આ હુમલામાં વચ્ચે પડેલી તેની બહેન પણ ઘાયલ થઈ હતી. તેના હાથ પર લાકડીઓના મારથી ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.