સુરત(ગુજરાત): મૂળ બંગાળનો શ્રમિક સુરતના ખજોદ ખાતેના નિર્માણાધિન ડાયમંડ બુર્સના કપાઉન્ડમાંથી ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિકના મોઢા પર પથ્થરોથી ઇજા પહોંચેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતાં. ઈજાગ્રસ્તના જમાઈ સુજને કહ્યું હતું કે, ભંગાર વિણવા આવતા ટપોરીઓએ મામા સસરા પર પથ્થરો વડે હુમલો કરી મોઢું છુંદી ફરાર થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે.
108 એમ્બ્યુલન્સના મહિલા EMT ના જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિને મોઢા પર ઇજા થયેલી હાલતમાં જમીન પર પડેલો હોવાનો કોલ આવ્યો હતો. જેથી અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં સુબત્ર કરમકર નામનો યુવાન જમીન પર ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. માટે સૌ પ્રથમ તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્તના જમાઈ સુજન બર્મનના જણાવ્યા અનુસાર, સુબત્ર મારા મામા સસરા થાય છે. બંગાળથી સુરત રોજગારીની શોધમાં 25 દિવસ પહેલા જ આવ્યા હતા. ડાયમંડ બુર્સમાં મજૂરી કરી ગુજારો કરી રહ્યાં હતાં. આજે મામા સસરા કુદરતી હાજતે ગયા પછી ઇજાગ્રસ્ત હાલમાં મળી આવ્યા હતા. અનેક અસામાજિક તત્વો નિર્માણાધિન ડાયમંડબુર્સ કંપાઉન્ડમાં ભંગાર વિણવા આવતા હોય છે. એ પૈકીના કોઈએ મામા સસરા પર પથ્થરો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. સુબત્રની હાલત હજુ ગંભીર છે. પોલીસે હુમલાખોરોને લઈ આગળની તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.