શાહીનબાગને લોહિયાળ બનાવવા કટ્ટરવાદી યુવાને ચલાવી ગોળીઓ- જુઓ વિડીયો

છેલ્લા કેટલાય અઠવાડિયાઓ થી દિલ્હીના શાહીબાગ વિસ્તારમાં સીએએ અને એન આર સી નો વિરોધ કરી રહેલા લોકો પર બે દિવસ અગાઉ ગોપાલ નામના યુવકે ગોળી ચલાવી હતી. ત્યારે આ ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં જ કપિલ નામના યુવકે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

https://www.facebook.com/140763992703039/posts/2600677896711624/

ન્યૂઝ એજન્સીએ નાઈ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં એક યુવકની ધરપકડ કરીને જઇ રહેલી પોલીસ દેખાઈ રહી છે. જેમાં યુવાન પોતાનું નામ અને રહેઠાણ જણાવી રહ્યો છે. સાથે સાથે મીડિયાના સવાલો નો જવાબ પણ આપી રહ્યો છે. મીડિયા કર્મી દ્વારા પૂછાયેલા એક પ્રશ્નમાં તેણે ગોળી શા માટે ચલાવી તેનું કારણ પણ જણાવ્યું છે, અને પોતાની કટ્ટરવાદી વિચારધારાને પ્રદર્શિત કરી છે.

ભાજપ સતત દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં શાહીનબાગ નો ઉલ્લેખ કરીને રાષ્ટ્રીયતા તરફ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લઈ જઈ રહી હોવાનો પ્રયાસ કરી રહી છે, અને આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ પોતાના કરેલા કામોના આધારે વોટ માંગી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ક્યાંય ચિત્રમાં દેખાઈ રહી નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *