માતાની લાચારી: લોકડાઉનમાં ભૂખ્યા બાળકોનું દુખ ન જોઈ શકતા માતાએ પોતાના 5 સંતાનને ગંગામાં ફેંક્યા

માતાનો દરજ્જો વિશ્વમાં સૌથી ઉંચો હોય છે. એક બાળકને માતા કરતા વધુ પ્રેમ કોઈ આપી શકતું નથી. પરંતુ એક એવી ઘટના બની જેને માતાની મમતાને…

માતાનો દરજ્જો વિશ્વમાં સૌથી ઉંચો હોય છે. એક બાળકને માતા કરતા વધુ પ્રેમ કોઈ આપી શકતું નથી. પરંતુ એક એવી ઘટના બની જેને માતાની મમતાને કલંક લગાડ્યો છે. ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના પાંચ બાળકોને અડધી રાત્રે ગંગા નદીમાં ફેંકી દીધા હતા. આ ઘટના રાતના લગભગ 2 વાગ્યા આસપાસની છે. સ્થાનિક પોલીસને આ ચકચારી ઘટનાની જાણકારી સવારમાં મળી હતી. જે પછી તાબડતોબ પોલીસે રેસક્યુ કર્યું હતું. મહિલાનું કહેવું છે કે તેનો તેના પતિ સાથે રોજ ઝગડો થતો હતો. જેથી તેણે આ પગલું ઉઠાવ્યું.

પોતાના જ બાળકોને ગંગામાં ફેંક્યા

ભદોહી પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગોપીગંજ કોતવાલી વિસ્તારના જહાંગીરબાદ ગંગા ઘાટની છે. જહાંગીરબાદ ગામની રહેનારી મંજૂને 2 દીકરા અને ત્રણ દીકરીઓ હતી. મંજૂ દેવી રાતના લગભગ દોઢ વાગ્યાની આસપાસ ગંગા ઘાટ પર પહોંચી. જે પછી તે ઉંડા પાણીમાં ગઈ અને પોતાના સંતાનોને ફેંકી દીધા. એ પછી રાતે જ મંજૂ પોતાના ઘરે પરત ફરી ગઈ હતી.

મૃતક બાળકોના નામ

એવી પણ બાતમી મળી છે કે જ્યારે તે બાળકોને નદીમાં ડૂબાડવા માટે ગઈ ત્યારે તેનો પતિ ઘરે હાજર નહોતો. જે બાળકોને મહિલાએ ગંગા નદીમાં ફેંક્યા તેના નામ વંદના (12 વર્ષ), રંજના (10 વર્ષ), પૂજા (6 વર્ષ) શિવ શંકર (8 વર્ષ), સંદીપ (5 વર્ષ) છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કાર્ય ચાલુ કર્યું

ઘટનાની જાણકારી પ્રમાણે ડીએમ, એસપી પોલીસ દળની સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમણે બાળકોની શોધ આરંભી હતી. જોકે અત્યાર સુધી બાળકોનો પતો લાગ્યો નથી. પોલીસ પણ આરોપી માતાની પૂછતાછ કરી રહી છે. મહિલા પતિ સાથેના ઝગડાનું રટણ કરી રહી છે. જાણવા મળ્યું કે લોકડાઉનમાં પૂરતો ખોરાક ન હોવાથી લાચારીને કારણે માતાને આ પગલું ભરવા મજબૂર થવું પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *