વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર જાણો કોણે કર્યો હુમલો? સમર્થનમાં 5000 હજારથી વધુ લોકો થયા એકઠા

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના વાંસદા(Vansda)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર હુમલો(attack) થયો હોવાનું સામે આવતા જ અફરાતફરી મચી જવા પામી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર…

ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના વાંસદા(Vansda)ના ધારાસભ્ય અનંત પટેલ(Anant Patel) પર હુમલો(attack) થયો હોવાનું સામે આવતા જ અફરાતફરી મચી જવા પામી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા આ સમય દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામની બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો થતા જિલ્લાનું રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. વધુમાં ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા.

ખેરગામની બજારમાં કોંગેંસ ધારાસભ્ય અનંત પટેલ પર થયો હુમલો:
અત્રે ઉલ્લેખનીય છે કે, બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વિડીયો પણ મોટાપાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાય ગયો હતો. જોકે વિવાદ બાદ વિડીયો વાયરલ કરનાર દ્વારા પણ માફી માંગવામાં આવી હતી. એક ચર્ચા એવી પણ જાગી છે કે, બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને કારણે પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોણે હુમલો કર્યો અને કેમ હુમલો કર્યો તે અંગે હજુ કોઈ કારણ સતાવાર રીતે બહાર આવ્યું નથી.

અનંત પટેલના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો:
સમગ્ર ઘટનાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહી અનંત પટેલ પર બીજી વાર હુમલો કરાયો હોવાનું સામે આવતા અનંત પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર અને રીન્કુ નામના ભાજપના કાર્યકર દ્વારા હુમલો કર્યાની શંકા જતાવવામાં આવી રહી છે. ધારાસભ્ય અનંત પટેલને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ અને ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા. ધારાસભ્ય અનંત પટેલ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *