હાલમાં ધીરે-ધીરે રાજ્યના સુરત શહેરમાં હત્યાનાં બનાવોમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક વધુ ઘટના શહેરમાંથી સામે આવી છે. શહેરમાં આવેલ વેસુ વિસ્તારના હિના બંગલોઝના એક બંગલામાં ઘૂસીને દીકરીની નજર સામે મહિલાને ચપ્પુ ઘૂસાડીને પરિચિત વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.
લોહીના ખાબોચિયામાં પડેલ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પેટમાં ચપ્પુ સાથે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ઇજાગ્રસ્ત મહિલાનો બંગલો વેચી દેવું ભરપાઈ કરવાની વાત ન માનતા રાજુભાઇ નામના ઇસમે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હોવાનું દીકરાએ કહ્યું છે.
પેટમાં ચપ્પુ સાથે જ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી:
માલવ વસાવા (ઇજાગ્રસ્ત મહિલાનો દીકરો) જણાવે છે કે, મમ્મી-બહેન ઘરમાં એકલા હતા ત્યારે રાજુભાઇ નામના પરિચિત વ્યક્તિ ઘરમાં (વેસુ હિના બંગલોઝ પ્લોટ નંબર 137) ઘૂસી ગયા હતા તેમજ મમ્મી ચંપાબેન સાથે ઝઘડો કરી પેટમાં ચપ્પુ ઘૂસાડી ફરાર થઈ ગયો હતો.
લોહીલુહાણ અવસ્થામાં માતાને જોઈ હેબતાઈ ગયેલ બહેને તાત્કાલિક મને તેમજ ત્યારપછી 108ને જાણ કરવામાં આવી હતી. પેટમાં ચપ્પુની સાથે જ માતાને અઠવાલાઇન્સની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી કે, જ્યાં માતાની તબિયત ગંભીર હોવાનું તેમજ હાલમાં ઓપરેશનમાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
થોડા દિવસ અગાઉ ધમકી પણ આપી હતી:
વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી રાજુભાઇ નામનો વ્યક્તિ અમને હેરાન કરી રહ્યો છે. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં કેસ પણ કરવામાં આવ્યો છે. અમારું મકાન વેચીને પોતાનું દેવું ભરપાઈ કરવાનું આયોજન કરતા રાજુભાઇએ થોડા દિવસ અગાઉ ધમકી પણ આપી હતી. હાલમાં ખટોદરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.