ગુજરાતના રાજકારણને બદનામ કરતો કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં મહિલા કાઉન્સિલર દ્વારા અંધશ્રદ્ધાની આડમાં વિપક્ષ નેતા વિરુદ્ધ તાંત્રિક વિદ્યા કરાવી હતી. જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચર્ચાનો વિષય બની છે. તાંત્રિક વિદ્યા કરાવનાર જમના વેગડ અને તાંત્રિક વિદ્યા કરાવનાર મહિલા સાથે વાતચીતની ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે.
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ પર મહિલા કોર્પોરેટરે તાંત્રિક વિદ્યા કરાવવા, તાંત્રિક સાથે કરેલી વાતચીતની ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. રાજકારણમાં આવું પહેલીવાર થયું છે કે, જ્યારે એક નેતા બીજા નેતાઓ વિરુદ્ધ તાંત્રિક વિદ્યા કરાવી રહ્યા હોય. ઓડિયો ક્લિપ વાયરલ થતા કોંગ્રેસ પક્ષે, આ કાર્ય કરતા વિરુદ્ધ ગંભીર નોંધ લીધી છે.
કોંગ્રેસ કોર્પોરેટર જમના વેગડાનો ફોન સ્વીચ ઓફ
ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ કોર્પોરેટર જમના વેગડા મોબાઈલ સ્વીચ ઓફ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. જો આ મામલે જમનાબેન દોષિત થશે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે તેવી માહિતી મળી આવી છે. જોકે હાલ જમનાબેન, આ મામલે કોઇ ખુલાસો કરવા તૈયાર થઈ રહ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.