ગુજરાત(Gujarat): ગઈ કાલથી જ એક ઓડિયો કલીપ(Audio clip) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ના બે કોર્પોરેટર હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર એક મહિલા કોર્પોરેટર અને પુરૂષ કોર્પોરેટરની અંગત વાતચીતની ઓડિયો કલીપ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો કલીપમાં મહિલા અને પુરૂષ કોર્પોરેટર ‘ખુલ્લી મસ્તી’ની વાતો કરી રહ્યા છે. ત્યારે આ ઓડિયો કલીપ વાયરલ થતા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.
હાલમાં આ વાયરલ ઓડિયો કલીપમાં મહિલા સભ્ય મહદઅંશે ગાંધીનગરના કોઈ નેતા સાથે વાત કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. મહિલા કોર્પોરેટર સામેથી ફોન લગાડી વાતની શરૂઆત કરતા કહે છે કે, ક્યાં છો તમે ? સુરત કે અહીંયા ? સામે પુરૂષ કોર્પોરેટર કહે છે કે, અહિયાં… મહિલા કોર્પોરેટર કહે છે કે, હું કઈ સામેથી થોડી કહું, અને પુરૂષ કોર્પોરેટર કહે છે કે, તો લે ને હું કહું, ‘ચાલ ફરવા લઈ જાવ’, ત્યાર બાદ બંને કોર્પોરેટર વચ્ચે હસાહસી ચાલે છે.
અંતે મહિલા કોર્પોરેટર કહે છે કે, આપણી વચ્ચે ફ્રેન્ડનો સબંધ તો રહેશે જ, મને જમાડવા અને ફેરવવાના બદલે કેશ પે કરી દેજો, કરશો ને? ત્યારે પુરૂષ કોર્પોરેટર હા પાડે છે. આમ આ ઓડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધ: સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપની પુષ્ટિ ત્રિશુલ ન્યૂઝ કરતું નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.