અમદાવાદ(ગુજરાત): નરોડા વિસ્તારમાં સગી મામીએ તેની સગીર ભાણીને પોતાના ભાઈ સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરી ધમકી આપી હોવાની ઘટના જોવા મળી છે. મામીએ છોકરા રમાડવા માટે ઘરેથી સગીરાને પોતાની બહેનના ઘરે મોકલી હતી. ત્યાં હાજર યુવકે અને તમામ લોકોએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાએ ધમકીથી ડરીને તેની માતાને જાણ કરી હતી. માતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં સગીરાની મામી, તેનાં બહેન-બનેવી અને ભાઈ વિરુધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સગીરા પોતાના પરિવાર સાથે નરોડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહે છે. નજીકમાં જ આવેલા ફ્લેટમાં સગીરાની મામી રહે છે. સગીરાની માતાને 4 દિવસ પહેલાં તેમના ભાભીએ ફોન કરી કહ્યું હતું કે, મારા છોકરા તમારા ઘરે રમવા આવવા માગે છે, જેથી તેમને લઈ જાઓ. સગીરાની માતા કામમાં હોવાથી સગીરાને છોકરાઓ લેવા માટે મોકલી હતી. છોકરાઓને લઈને આવતા ઘણીવાર લાગી હતી. ત્યારે ઘરે પહોંચતાં જ માતાએ પૂછ્યું હતું કે, કેમ આટલું મોડું થયું?
ત્યારે સગીરાએ કહ્યું હતું કે, મામીએ મને કહ્યું કે તું મારી બહેનના ઘરે જા, ત્યાં મારો ભાઈ હાજર છે અને તું તેની સાથે શારીરિક સંબંધ રાખ, ત્યારે મેં ઘરે કામ છે તેવું કહીને મામીની બહેનના ઘરે જવાની ના પડી હતી. તેણે ધમકી આપતા કહ્યું હતું કે, તું મારી બહેનના ઘરે નહિ જાય તો તારાં માતા-પિતાને મારી નાખીશ.
સગીરા ધમકીથી ડરી ગઈ હતી. તેથી તે મામીના કહેવા મુજબ તેમની બહેનના ઘરે ગઈ હતી. મામીના બહેનના ઘરે મામીની બહેન, તેના પતિ અને ભાઈ હાજર હતાં. બધા લોકોએ ભેગા મળીને શારીરક સંબંધ રાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો તું શારીરિક સંબંધ નહિ રાખે તો તારા પરિવારને જાનથી મારી નાખીશું. તેથી સગીરા મામીના ઘરે જઈને ત્યાંથી બાળકોને રમવા માટે પોતાના ઘરે લઈ આવી હતી. સગીરાએ માતાને સમગ્ર ઘટના જણાવી ત્યારે માતાએ સગીરા સાથે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.