પ્રેમીએ લગ્ન કરવાની ના કહી તો, પ્રેમિકા સહીત 6 યુવતીઓએ ગટગટાવી લીધું ઝેર

બિહાર(Bihar)ના ઔરંગાબાદ(Aurangabad)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં પ્રેમિકા અને તેની બહેનપણીઓએ ઝેર ગટગટાવી લીધું હતું, જેમાંથી 3 યુવતીના…

બિહાર(Bihar)ના ઔરંગાબાદ(Aurangabad)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં પ્રેમિકા અને તેની બહેનપણીઓએ ઝેર ગટગટાવી લીધું હતું, જેમાંથી 3 યુવતીના મોત થયા હતા અને ત્રણની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. આ ઘટના કાસમાં પોલીસ સ્ટેશન(Bhatha Police Chawky) વિસ્તારના ચિરૈલા(Chiraila) ગામની છે.

સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ:
એક સાથે છ યુવતીઓએ ઝેર પી લેતા સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાનું કારણ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ પ્રકરણના કારણે યુવતીઓએ આવું ખતરનાક પગલું ભર્યું. ઘટનાની માહિતી મળતાની સાથે જ રફીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ભાઈના સાળા સાથે હતો પ્રેમ:
પોલીસે જણાવ્યું કે, 6 યુવતીઓએ ઝેર પી લીધું હતું, જેમાંથી ત્રણના મોત થયા છે. જ્યારે બાકીના ત્રણને મગધ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ત્રણેય યુવતીઓની હાલત નાજુક છે. બીજી તરફ ગામમાં એવી ચર્ચા છે કે જે મૃત્યુ પામેલ યુવતીઓમાં એક યુવતીનું મૃત્યુ થયું હતું તે પૈકી એક તેના ભાઈના સાળાને પ્રેમ કરતી હતી. તેણે તેની બહેનપ્નીએ સાથે મળીને છોકરાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેણે ફગાવી દીધો હતો.

એક પછી એક બધાએ ઝેર ગટગટાવ્યુ:
પ્રેમીના ના પાડતાં યુવતી ભાંગી પડી હતી અને ઝેર પી ગટગટાવી લીધું હતું. આ જોઈને તેના બાકીની યુવતીઓએ પણ પોતાને ઝેર પીતા રોકી ન શકી. તેઓએ ઝેર પી લીધું. લોકોને આ ઘટનાની જાણ થતાં જ બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્રણ છોકરીઓના મોત થઈ ગયા હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *