પગ નીચે રેલો આવતા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો આરોપી જયસુખ કોર્ટમાં હાજર થયો

ગુજરાત(Gujarat): 30 ઓક્ટોબરે મોરબી(Morabi)માં બનેલ ઝુલતો પુલ(Julto Pul) દુર્ઘટના કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ઓરેવા(oreva company)ના માલિક જયસુખ પટેલે(Jaysukh Patel) મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો છે. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે. સમારકારની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી.

તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીમાં હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું છે. સામે પક્ષે ચાર્જશીટમાં જયસુખ પટેલ નજીકના ભવિષ્યમાં ન મળે તેનો પણ ઉલ્લેખ કરાયો છે.

મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.

ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ
મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ આરોપી ગણાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *