ક્રિક્રેટ જગતમાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે કે, જેણે સચિન તેંડુલકર તેમજ વિરાટ કોહલીનું નામ ન સાંભળ્યું હોય. હાલમાં આ બંનેને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે સિરીઝમાં ખુબ ખરાબ પ્રદર્શન આપ્યું છે તેમજ તે 2-0થી પાછળ ચાલી રહ્યું છે.
કૈનબરામાં 3 વન-ડે મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયાની પ્રતિષ્ઠા દાવ પર રહેલી છે ત્યારે હવે કેપ્ટન વિરાટ કોહલી માટે અન્ય એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવાની તક રહેલી છે. બીજી વન-ડેમાં વિરાટ કોહલીએ કુલ 89 રનની ઇનિંગ રમીને પોતે ફોર્મમાં પાછા ફરે છે એવો સંકેત આપ્યો હતો.
હવે તેને આ મેચમાં મોટી ઇનિંગ રમીને ટીમને જીતાડવાની તક તો મળવાની જ છે. આની સાથે જ સચિનનો એક મોટો રેકોર્ડ તોડીને પોતે આગળ પણ નીકળી શકે છે. જો વિરાટ કોહલી આ મેચમાં 23 રન બનાવશે તો વન-ડેમાં સૌથી ઝડપી કુલ 12,000 રન બનાવનાર ખેલાડી બની જશે તેમજ સચિનને પાછળ છોડી દેશે.
જો, કેપ્ટન કોહલી આ મેચમાં કુલ 23 રનનો આંકડો પાર કરે છે તો તે 251મી મેચની કુલ 242મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી શકે છે. સચિનની વાત કરવામાં આવે તો તેમણે કુલ 309 મેચની 300મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આની સિવાય વિરાટની નજર સચિનના બીજા રેકોર્ડ પર રહેલી છે.
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 8 સદી ફટકારી છે તેમજ સચિનની બરાબરી કરવા માટે તેને એક જ સદીની જરૂર રહેલી છે. જો વિરાટ કોહલી કૈનબરામાં મેચમાં સદી ફટકારે તો તે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવાના મામલામાં સચિનની કુલ 9 સદી સાથે બરાબરી કરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle