MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન

કોરોના મહામારીનો વ્યાપ સમગ્ર વિશ્વમાં સતત વધતો જઈ રહ્યો છે. આ મહામારીની સામે લડવા માટે સરકાર દ્વારા મોં પર ફરજીયાતપણે માસ્ક પહેરવું તેમજ કુલ 2 વ્યક્તિ વચ્ચેનું સામાજિક અંતર જાળવી રાખવું એવો આદેશ આપવામાં આવ્યો છે. આ મહામારીનો શિકાર સમગ્ર વિશ્વમાં કરોડો લોકો શિકાર બન્યાં છે. જેમાંથી લાખો લોકોના તો મોત પણ થઈ ચુક્યા છે.

દેશની અગ્રણી મસાલા કંપની MDHના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટીનું નિધન થયું છે. આજે વહેલી સવારમાં 5.38 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ 98 વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા પછી હાર્ટ એટેકથી અવસાન થયું હતું. વેપાર તથા ઉદ્યોગજગતમાં ઉલ્લેખનીય યોગદાન આપવા માટે ગયા વર્ષે જ તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે ‘પદ્મ ભૂષણ’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનું 98 વર્ષની વયમાં અવસાન થયું છે. મળેલ જાણકારી પ્રમાણે આજે વહેલી સવારમાં જ એમને હાર્ટ એટેક આવ્યો હતો. જેને કારણે એમનું અવસાન થયું છે. ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનમાં આવેલ સિયાલકોટમાં 23મી માર્ચ, વર્ષ 1922માં થયો હતો.

દેશના ભાગલા પછી તેમના પિતા મહાશય ચુન્ની લાલ ગુલાટી વર્ષ 1947મા દેશની વહેંચણી બાદ દિલ્હીમાં આવ્યાં હતા. શરૂઆતમાં ભરણ-પોષણ માટે તાંગા ચલાવવાનું શરૂઆત કરી હતી. ત્યારપછી ટૂંક સમયમાં જ તેમના પરિવારની એટલી સંપત્તિ થઇ ગઇ કે, દિલ્હીમાં આવેલ કરોલ બાગમાં અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી હતી.

ધરમપાલ ગુલાટીએ 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. આગળના અભ્યાસ માટે તેઓ શાળાએ ગયા જ ન હતાં. તેમને ભલે પુસ્તકિયું જ્ઞાન ન લીધું હોય પણ વેપારમાં મોટા-મોટા દિગ્ગજો તેમને લોહા માનતા હતા. ધરમપાલ ગુલાટી સૌથી વધારે કમાણી કરનાર CEO હતા. વર્ષ 2018મા કુલ 25 કરોડ રૂપિયા ઇન-હેન્ડ સેલરી મળતી હતી. ગુલાટી પોતાની સેલરીના અંદાજે 90% હિસ્સો દાન કરતા હતા. તેઓ કુલ 20 સ્કૂલ તેમજ હોસ્પિટલ પણ ચલાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *