Indian student Jasmin Kaur murdered in Australia: ઓસ્ટ્રેલિયાથી શ્રદ્ધા વોકર જેવો એક મર્ડર કેસ સામે આવ્યો છે. 21 વર્ષીય ભારતીય નર્સિંગ વિદ્યાર્થીની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરવા બદલ તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પહેલા પીડિતાના હાથ-પગ બાંધીને તેનું અપહરણ કર્યું, પછી તેનું ગળું કાપીને જમીનમાં જીવતી દાટી દીધી.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી પીડિતાનો પૂર્વ બોયફ્રેન્ડ છે અને તે તેને ઘણા સમયથી હેરાન કરતો હતો. બુધવારે ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આયોજિત સુનાવણી દરમિયાન આ બાબતો સામે આવી છે. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આરોપીએ પીડિતાનું કામના સ્થળેથી કર્યું હતું અપહરણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકનું નામ જાસ્મિન કૌર હતું, તે એડિલેડ શહેરમાં રહેતી હતી. આરોપી તારિકજોત સિંહે 5 માર્ચ 2021ના રોજ શહેરમાં સ્થિત તેના કાર્યસ્થળ પરથી તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેણે તેના હાથ-પગ કેબલ વડે બાંધી દીધા અને તેને કારની ડીકીમાં પૂરી દીધી હતી.
તારિકજોત આ સ્થિતિમાં જાસ્મિનને 400 માઈલ (643 કિમી) દૂર દૂરસ્થ ફ્લિન્ડર્સ રેન્જમાં લઈ ગયો. અહીં એક સુનસાન જગ્યા જોઈને આરોપીએ પહેલા તેના ગળા પર અનેક કટ કર્યા. પછી તેને જમીનમાં જીવતો દાટી દીધી, પ્રાપ્ત માહિતી અનુસાર ઓક્સિજનની અછતને કારણે 6 માર્ચે તેમનું મૃત્યુ થયું હતું.
ગયા વર્ષે પુત્રીની માતાએ તેના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. માતાએ તારિકજોત પર તેની પુત્રીને હેરાન કરવાનો, અપહરણ કરવાનો અને હત્યા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ પ્રાથમિક તપાસમાં તરીજોતે જાસ્મિનની હત્યા કરવાનો ઇનકાર કર્યો હતો.
તેણે પોલીસને કહ્યું હતું કે જાસ્મીને આત્મહત્યા કરી હતી અને તેણે તેના મૃતદેહને જ દફનાવ્યો હતો. જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલ પહેલા તરિજોતે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જાસ્મિનનો સામાન અને મૃતદેહ ક્યાં દફનાવ્યો હતો તેની પણ માહિતી આપી હતી. સામાન અને લાશ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube