ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ટેસ્ટનાં પાંચમા દિવસે રૂષભ પંત તેમજ ચેતેશ્વર પૂજારાનાં નામે રહ્યો, પણ સ્ટીવ સ્મિથ દ્વારા એવી હરકત કરવામાં આવી. તેનાંથી તે ટ્વિટર પર ટ્રેન્ડ બની ગયો. સ્ટીવ સ્મિથ દ્વારા તક જોઈને પિચને નુકસાન પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સ્ટીવ સ્મિથની આ શરમજનક કાર્ય સ્ટમ્પ્સમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ હતી.
જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા તેને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારત તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમવામાં આવેલ ત્રીજો ટેસ્ટ રોમાંચક અંદાજમાં સમાપ્ત થઇ ગયો. પાંચમા દિવસનાં પ્રારંભમાં જીતનાં દાવેદાર માનતી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત દેશની 3 જ વિકેટ ખેરવી શકી. ભારતનાં બેટ્સમેન ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પિચ પર ટક્યા.
પરિણામ એવું આવ્યું કે, ત્રીજી ટેસ્ટ ડ્રો થઈ તેમજ સિરીઝ અત્યારે 1-1થી બરાબરી પર છે. ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં પણ જે રીતે ટીમ ઈન્ડિયા દ્વારા ઓસ્ટ્રેલિયાનાં બોલર્સનો સામનો કરવામાં આવ્યો તેમજ ચોથી ઈનિંગમાં ક્રીઝ પર ટક્યા, તેને જોઈને બધા લોકો દ્વારા ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરવામાં આવી.
After drinks break Aussie comes to shadow bat and scuffs out the batsmen’s guard marks.
Rishabh Pant then returns and has to take guard again.#AUSvIND #AUSvsIND #AUSvINDtest pic.twitter.com/aDkcGKgUJC
— Cricket Badger (@cricket_badger) January 11, 2021
સ્મિથની શરમજનક હરકત
મેચની ચોથી ઈનિંગમાં જ્યારે ડ્રિંક્સ બ્રેક પડ્યો તે સમયે રૂષભ પંત પિચ છોડીને પાણી પીવા માટે ગયો હતો. આમાં સ્ટીવ સ્મિથ દ્વારા તક મેળવીને તેનાં બુટથી પિચને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ વિકેટ મેળવવા હવાતિયા મારી રહી હતી, તે સમયે સ્મિથ તેનાં બોલર્સની મદદ કરવા માટેનાં પ્રયત્નમાં આ હરકત કરી હતી.
કેમેરામાં હરકત કેદ થઈ
સ્ટીવ સ્મિથની આ કરતુત સ્ટમ્પ્સમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી, પણ ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા તેને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમજ આમાં ટીવી પર જૂનાં ફોટા દેખાડવા લાગ્યા. તેમ છતાં પણ સ્મિથનો આ ગુનો છુપાયો નહીં.
કારણ કે, ઓસ્ટ્રેલિયાની બહારે જે ટેલીવિઝન ફીડ મળી રહ્યાં હતા તેમાં સ્મિથ દ્વારા પિચને નુકસાન પહોંચાડતો સ્પષ્ટ દેખાયો હતો. જો કે, ક્રીઝ પર પાછા ફરતા જ પંતે તેનાં બેટથી પિચનાં તે ભાગને ફરી સમતોલ કરવામાં આવી હતી.
મોટી કાર્યવાહી થઈ શકે છે
સ્ટીવ સ્મિથ દ્વારા જે કંઈ કરવામાં આવ્યું તે ICCની આચાર સંહિતાનાં અનુચ્છેદ 2.10 હેઠળ ગુનો ગણવામાં આવે છે. એને અનુચિત ખેલની કેટેગરીમાં રાખેલ છે. નિયમમાં જણાવવામાં આવ્યું છે કે ‘જો ફિલ્ડર જાણી જોઈને પિચને કોઈ પણ નુકસાન પહોંચાડે છે તો એને લેવલ 1 અથવા લેવલ 2નો ગુનો ગણવામાં આવે છે.’ ICCનાં ધ્યાનમાં આવતા જ સ્ટીવ સ્મિથ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle