સોશિયલ મીડિયા પર 1 લાખ રૂપિયામાં બનેલા મકાનની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે તમે આ મકાનને તમે ઇચ્છો ત્યાં લઈ જઇ શકો છો.
ખરેખર, આ ઘર ઓટોરિક્ષામાં ફેરફાર કરીને બનાવવામાં આવ્યું છે. તમિલનાડુમાં રહેતા 23 વર્ષીય અરુણ પ્રભુએ આ ઘર બનાવ્યું છે.
આ ઘરમાં બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન અને શૌચાલય પણ છે. આ ઘરમાં બે લોકો આરામથી રહી શકે છે. જો તમને ખુલ્લી હવામાં બેસવાનું મન થાય, તો આરામદાયક ખુરશી પણ ઓટોની છત પર મૂકવાની વ્યવસ્થા કરી છે.
36 ચોરસ ફૂટમાં બનેલા આ મકાનમાં 250 લિટર પાણીની ટાંકી, પાણી માટે 600 વોટની સોલર પેનલ છે. આ મકાનમાં, ઉપરના દરવાજા અને છત પર જવા માટે પગથિયા પણ છે.
આ ઘર જૂની વસ્તુઓના રિસાયક્લિંગ દ્વારા બનાવવામાં આવ્યું છે. 5 મહિનામાં બનેલા આ ઘરની ડિઝાઇન દરેકને પ્રભાવિત કરી રહી છે. તમિલનાડુના વતની અરુણે બેંગ્લોર સ્થિત ડિઝાઇન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે મળીને તેનું નિર્માણ કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP