મારુતિ સુઝુકી(Maruti Suzuki) તેની કાર(car) પર 31,000 રૂપિયા સુધીની ઑફર્સ(Offers) આપી રહી છે. આ ઑફર્સમાં ડિસ્કાઉન્ટ(Discount), કૉર્પોરેટ લાભો(Corporate benefits) અને એક્સચેન્જ ઑફર્સ(Exchange offer)નો સમાવેશ થાય છે. કંપનીએ આ ઓફર પેટ્રોલ કાર(Petrol car) પર આપી છે. જે કરો પર ડિસ્કાઉન્ટ છે. તેમાં વેગનઆર(WagonR), અલ્ટો(Alto), એસ-પ્રેસો(S-press), સ્વિફ્ટ(Swift) અને ડીઝાયરનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી વેગનઆર:
મારુતિ સુઝુકી વેગનઆરને તાજેતરમાં ડ્યુઅલજેટ એન્જિન, નવી સુવિધાઓ અને વધુ રંગ વિકલ્પો સાથે અપડેટ કરવામાં આવી છે. વેગનરમાં બે એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે. મેન્યુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ આવે છે. વેગનરના 1.0-લિટર વેરિઅન્ટ્સ રૂ. 31,000 સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે, જ્યારે 1.2-લિટર વેરિઅન્ટ્સ રૂ. 26,000 સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકી S-Presso:
S-Presso ના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ્સ રૂપિયા 31,000 સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે. જેમાં રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ઑફર્સ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. S-Pressoના AMT વેરિઅન્ટ પર 16,000 રૂપિયા સુધીનો ફાયદો છે.
મારુતિ સુઝુકી સેલેરિયો:
Celerio AMT સહિત તમામ વેરિયન્ટ્સ પર રૂ. 26,000 સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે. 5-સ્પીડ મેન્યુઅલ અથવા AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે 67hp 1.0-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ:
મારુતિ સુઝુકી સ્વિફ્ટ 90hp, 1.2-લિટર ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને સાથે આવે છે. સ્વિફ્ટના તમામ મેન્યુઅલ વેરિઅન્ટ્સ રૂપિયા 25,000 સુધીના લાભો સાથે ઉપલબ્ધ છે, જ્યારે AMT વેરિઅન્ટ્સ મહત્તમ રૂપિયા 17,000ની ઓફર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.