સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને

સ્વામીનારાયણ(Swaminarayan) સંપ્રદાયનાં એક સંત બ્રહ્મલીન થયાનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)ના SGVP ગુરુકુળ(SGVP Gurukul) સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી…

સ્વામીનારાયણ(Swaminarayan) સંપ્રદાયનાં એક સંત બ્રહ્મલીન થયાનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)ના SGVP ગુરુકુળ(SGVP Gurukul) સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી(Bhaktiprakashdasji Swami)નો ચૈત્ર સુદ કામદા એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તો શોકમગ્ન થયા છે.

આજે અમદાવાદ ગુરૂકુળમાં સવારના 9 વાગ્યાથી પૂ.ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પાર્થિવદેહના દર્શન હરિભક્તો કરી શકશે. અમદાવાદ એસજીવીપી ગુરૂકુળમાં સવારે 8થી 9 વાગ્યા સુધી અંતિમ પૂજન વિધિ કરવામાં આવશે. બાદમાં હરિભક્તો માટે સ્વામીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

બપોર પછી 4થી 5 વાગ્યા સુધી ગઢપુર મંદિરથી ઘેલા નદીના કાંઠા સુધી પાલખીયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે ઘેલો નદીના કાંઠે સંતોના હાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ મહાન સંત પુરુષને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહે અને ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું છે કે SGVP સંસ્થાના નિર્માણકર્તા, અનુષ્ઠાનપ્રિય પ. પૂ. સદગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના બ્રહ્નલીન થયાના સમાચાર સાંભળી અત્યંત વ્યથિત છું. પ્રભુ તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે તેમજ સર્વ ભક્તજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંતિમ દર્શને આવ્યાં હતાં SGVP ગુરૂકુળે 
બપોર બાદ SGVPના ભક્તિપ્રકાશ દાસજી સ્વામીનો અક્ષર દેહ અમદાવાદથી ગઢડા ખાતે લઈ જવામાં આવશે. જ્યાં ગઢપુરની ઘેલા નદીના કાંઠે સ્વામીજીના અંતિમ સંસ્કાર થશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SGVP પહોંચી અંતિમ દર્શન કરશે તેમજ SGVP ગુરુકુળમાં 8 થી 9 વાગ્યા સુધી સ્વામીજીની પૂજનવિધિ ચાલશે. હરિભક્તો પણ આજે બપોર સુધી દર્શન કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *