હાલમાં સમગ્ર દેશમાં તો કોરોનાની મહામારીમાં તો સતત વધારો થતો જ જાય છે. આવા સમયમાં રાજ્યમાં શાળાઓ બંધ રહેવાને લીધે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખુબ જ વિવાદમાં આવી રહ્યાં છે. હાલમાં પણ આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભા દ્વારા વર્ષ 2019-’20 નાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેના અવૉર્ડની યોજના જાહેર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વિધાનસભામાં વર્ષ 2019ના ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’ તરીકે મોહનસિંહ રાઠવા તથા વર્ષ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે વિવાદાસ્પદ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પસદંગી કરવામાં આવી હોવાની જાણ વિધાનસભાગૃહમાં અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.
આ બન્ને શ્રેષ્ઠ ધારાસભ્યોને કુલ 1.5 kg ચાંદીની વિધાનસભાની પ્રતિકૃતિ સન્માન રૂપે આપવામાં આવી હતી. ધારાસભ્યપદની ચૂંટણીના વિવાદના મુદ્દે સુપ્રીમકોર્ટ સુધી લડત ચાલી રહી છે. જેમાં હાઈકોર્ટ દ્વારા ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે સુપ્રીમકોર્ટમાં હાલ સ્ટે છે.
ભુપેન્દ્ર ચુડાસમાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળતા ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષિત વર્ગમાં ગણગણાટ શરુ થયો છે કે જેમનું ધારસભ્ય પદ હાઈકોર્ટે રદ્દ કર્યું છે અને રાતો રાત સુપ્રીમમાં જઈને વચગાળાનો આદેશ લઈને પોતાનું ધારાસભ્ય પદ સાચવી રાખ્યું છે. જયારે શિક્ષણ વિભાગમાં ફી ની મહામારી આવે ત્યારે નિષ્ક્રિય રહેલા ચુડાસમાને હવે લોકો કઈ રીતે શ્રેષ્ઠ ધારાસભ્ય માનશે તે અંગે પણ શંકા ઉભી થાય છે,
શિક્ષણમંત્રી તરીકે ઘણાં વિવાદમાં અટવાયેલાં છે ભૂપેન્દ્રસિંહ :
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ B.A., L.L.B.નો અભ્યાસ કરેલો છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ રાજ્યના મંત્રીમંડળના સૌથી વધારે શિક્ષિત મંત્રી છે. તેઓ વર્ષ 1998-’02 સુધી નર્મદા નિગમના ચેરમેન રહ્યા હતા. વર્ષ 1990થી અત્યાર સુધી મંત્રીમંડળમાં રહી ચૂકેલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કૃષિ, કાયદો તથા શિક્ષણ વિભાગમાં મંત્રીપદ સંભાળ્યું છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ફક્ત 327 મતે ધોળકા બેઠક પરથી જીત્યા હતા પણ વિપક્ષના ઉમેદવારે આ મામલે હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિડિયો-કોન્ફરન્સિંગથી ચુકાદો આપવામાં આવ્યો હતો. જે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિરુદ્ધમાં હતો.
ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવામાં આવી હતી. હાઇકોર્ટના નિર્ણયની સામે રાજ્યના શિક્ષણ તથા કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમકોર્ટમાં અરજી ફાઇલ કરી છે. જેમાં 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમજ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાંથી સ્ટે આપવામાં આવ્યો છે.
10 વાર ધારાસભ્ય બનવાનો મોહનસિંહ રાઠવાનો રેકોર્ડ:
રાજ્યનાં આદિવાસી વિસ્તારનાં નાનકડા ગામમાંથી કુલ 10 વાર ગુજરાતની વિધાનસભામાં ચૂંટાયેલ મોહનસિંહ રાઠવાએ ગુજરાતમાં સૌથી વધારે વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મોહનસિંહ વર્ષ 1972થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને 3 વાર મંત્રી પણ રહી ચૂક્યા છે તેમજ કોંગ્રેસમાં હાલમાં સૌથી સિનિયર નેતા છે.
ગુજરાતમાં અશોક ભટ્ટ, નારાયણભાઈ પટેલ, વજુભાઈવાળા જેવા દિગ્ગજ નેતાઓ વધારે વખત ચૂંટણી જીત્યા છે તથા મોખરે પણ રહ્યા છે એમ છતાં સૌથી વધારે વખત વિધાનસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ કોંગ્રેસનાં આદિવાસી નેતા તથા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નામે છે. ચોથી વિધાનસભા વર્ષ 1972-’74, 1975-’80, 1980-’85, 1985-’90, 1990-’95, 1995-’97, 1998-‘2002, 2007-’12થી લઈને 2012-’17 અને 2017-’22માં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle