Ayodhya Car Stunt Video: ચાલુ વાહન પર સ્ટંટ કરતા રીલ બનાવવાના ક્રેઝમાં લોકો પાગલ બની ગયા છે. લોકોમાં સ્ટંટ કરવાનો એટલો ક્રેઝ છે કે, ન તો તેઓને પોતાની સુરક્ષાની પરવા છે અને ન તો તેમની આસપાસ ફરતા લોકોની. ત્યારે તેવીજ એક વધુ ઘટના અયોધ્યા માંથી સામે આવી છે. અયોધ્યામાં પોલીસે એક કારના માલિકને 18,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેના પર બે યુવતીઓ સ્ટંટ કરતી હતી. ચાલતી કાર પર ખતરનાક સ્ટંટ કરતી બે છોકરીઓનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. આ બંને યુવતીઓ ભોજપુરી ગીતો પર રીલ બનાવી રહી હતી.
अयोध्या में कार पर स्टंटबाजी का वीडियो वायरल#Ayodhya pic.twitter.com/hFJ8Fr9KdC
— Shailendra Tiwari (@Shailendra_Jour) May 31, 2023
અયોધ્યાના સર્કલ ઑફિસર ઑફ પોલીસ શૈલેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, બંને છોકરીઓએ પોતાનો અને અન્ય લોકોનો જીવ દાવ પર લગાવ્યો હતો કારણ કે એક છોકરી ચાલતી કારના બોનેટ પર બેઠી હતી, જ્યારે કાર ચલાવતી બીજી છોકરી ડ્રાઈવરની બહાર બેઠી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શૈલેન્દ્ર સિંહે વધુ જણાવ્યું કે કારના માલિક સ્થાનિક રહેવાસી દીન દયાલ મિશ્રા તરીકે ઓળખાતા, તેને 18,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પહેલા પ્રયાગરાજથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દુલ્હન પોતાના લગ્ન પહેલા સંપૂર્ણ રીતે તૈયાર થઈને કારના બોનેટ પર બેસીને વીડિયો બનાવ્યો. આ ઘટના ગત રવિવારે બની હતી. વીડિયો અપલોડ કર્યાના કલાકોમાં જ વાયરલ થઈ ગયો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કન્યાને 16,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
प्रयागराज में दुल्हन के लिबास में कार की बोनट पर बैठ कर रील बनाना पड़ा महंगा, लगा ₹15500 का जुर्माना
#वायरल pic.twitter.com/7KCRH8j0lw
— Shubham Rai (@shubhamrai80) May 21, 2023
દુલ્હનએ રીલ બનાવ્યા બાદ વિવાહ ફિલ્મનું ગીત પણ મુક્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવતીનું નામ વર્ણિકા ચૌધરી છે. તેણે પહેલા સફારી વાહનના બોનેટ પર બેસીને રીલ બનાવી. આ પછી બીજા વીડિયોમાં તે હેલ્મેટ વિના સ્કૂટી ચલાવતી જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.