Ayodhya Ram Mandir 600kg Bell: વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા (Ayodhya) માં રામજન્મભૂમિ ખાતે શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) થવા જઈ રહ્યો છે. મંદિર (Ram Mandir) નું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના હસ્તે રામ મંદિરની પ્રતિષ્ઠા (Ram Mandir Inauguration) કરવામાં આવશે. રામ મંદિર માટે ભારત અને વિદેશમાંથી અલગ-અલગ સ્વરૂપે યોગદાન આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર અને મંદિર ટ્રસ્ટ આ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. લાખોની સંખ્યામાં ભક્તો આવવાની આશા છે. તેમજ સરકાર આ અંગે ખાસ અને નક્કર વ્યવસ્થા કરી રહી છે. ત્યારે જો મંદિરમાં સ્થાપિત વિશેષ વસ્તુઓની વાત કરીએ તો તેનો મુખ્ય ઘંટ (Ayodhya Ram Mandir 600kg Bell) તમિલનાડુના રામેશ્વરમમાંથી લાવવામાં આવ્યો છે તો શું છે તેની વિશેષતા તેના વિષે આજે અપને જાણીશું…
600 કિલોથી પણ વધુ મંદિરના ઘંટનું વજન
અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત મુખ્ય ઘંટ(Ayodhya Ram Mandir Bell) તૈયાર કરીને તમિલનાડુના રામેશ્વરમ લાવવામાં આવ્યો છે. આ મોટા કદના ઘંટનું (Ayodhya Ram Mandir Bell) વજન 600 કિલોથી વધુ હોવાનું કહેવાય છે. ટૂંક સમયમાં તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.ત્યારે હાલમાં અયોધ્યાના કાર્યાલયમાં લોકોને જોવા માટે આ ઘંટ રાખવામાં આવ્યો છે.
મંદિરમાં રામના નામના પથ્થરો સ્થાપિત છે. (Stones of Ram Mandir)
રામ મંદિર (Ayodhya Ram Mandir) ના નિર્માણમાં દરેક વસ્તુની પોતાની વિશેષતા છે. જો અહીં ભગવાન રામના સિંહાસનની વાત કરીએ તો તેને રાજસ્થાનના કારીગરોએ બનાવ્યું છે. તેમજ તેનો મુખ્ય ધ્વજ પોલ ગુજરાતમાં બનાવવામાં આવ્યો છે. મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા દરેક પથ્થર પર રામનું નામ લખેલું છે. શ્રી રામની (Shri Ram)મૂર્તિ બનાવવા માટે 2023 ની શરૂઆતમાં નેપાળથી વિશેષ સાલિગ્રામ પથ્થરો લાવવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube