મારુતિ વીર જવાન ટ્રસ્ટ વધુ 131 શહીદ પરિવારોને આપશે લાખોની સહાય, સુરતમાં હાજરી આપશે રક્ષા મંત્રી અને મુખ્યમંત્રી

Maruti Veer Jawan Trust – Surat: સુરત (surat) માં મારુતી વીર જવાન ટ્રસ્ટ (Maruti Veer Jawan Trust) ની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા…

Maruti Veer Jawan Trust – Surat: સુરત (surat) માં મારુતી વીર જવાન ટ્રસ્ટ (Maruti Veer Jawan Trust) ની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારો (131 martyr families) ને દર વર્ષે આર્થિક મદદ કરવામાં આવી રહી છે.”શહીદો કો સલામ કાર્યક્રમ” અંતર્ગત દર વર્ષે અઢી લાખ રૂપિયા શહીદ પરિવારોને આપવામાં આવે છે.ત્યારે આ વર્ષે 30 ડિસેમ્બરના રોજ સરથાણા (sarathana) ના હરે કૃષ્ણ કેમ્પસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમારોહમાં દેશના 131 વીર જવાન શહીદ પરિવારોને 3. 27 કરોડની રકમ એનાયત કરશે. તેમજ સમારોહ પૂર્વે સ્થાપક પ્રમુખ નાનુભાઈ સાવલિયા અને ટ્રસ્ટી મંડળે મારુતિ વીર જવાન ટ્રસ્ટના પ્રમુખપદે બિલ્ડર(builder) અને દાતા લવજી બાદશાહની વરણી કરી હતી.

11 કરોડથી વધારે રકમની સહાય ચુકવી દેવામાં આવી
વર્ષ 2017માં મોરારિબાપુની કથા સાથે નાનુભાઈ સાવલિયાએ દેશના વીર જવાન શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં (આગામી સમારોહ સહિત) 451 પરિવારોને 11 કરોડથી વધારે રકમની સહાય ચુકવી દેવામાં આવી છે.ત્યારે આ અંગે સંસ્થાના મંત્રી સી‌પી. વાનાણીએ જણાવ્યું હતું કે ‘શહીદ જવાનોની યાદી તો સરકારના સંરક્ષણ મંત્રાલયમાંથી (From the Ministry of Defence) મળી જાય પરંતુ તેમના પરિવારોનો સંપર્ક કરવો અને અહીં સુધી લાવવા એ કામ ખૂબ જ અઘરું હોય છે. અમારી ટીમ છેલ્લા કેટલાક સમયથી તેમનો સંપર્ક કરવા માટે કામગીરી કરી રહી છે.ત્યારે આવતીકાલે વધુ 131 પરિવારને પ્રત્યેકને રૂ.2,50,000ની રકમ આપવામાં આવશે એટલે આવતી કાલના મળી ટોટલ 451 શહીદ પરીવારોને શૌર્ય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.

131 શહીદ જવાનના પરિવારને આર્થિક મદદ
131 પરિવારોને સહાય આપવા માટે સંસ્થાએ નક્કી કર્યું છે, તેમાંથી 50 પરિવારો 30 ડિસેમ્બરે સુરત આવી જશે. બાકીના બધા જ પરિવારોના નાણાં બેંક(bank) ખાતામાં જમા કરાશે. કેટલાક જવાનોની પત્ની માતા-પિતાથી અલગ રહેતી હોવાથી તેવા પરિવારોમાં અડધી રકમ માતા-પિતાને અને અડધી રકમ પત્ની (wife)ને આપવા માટેનો નિર્ણય લેવાયો છે.

રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાશે
સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનો (political leaders)ને આમંત્રિત કરાયા છે. 22મીએ રાત્રે અબ્રામા રોડના ગોપીન ગામ ખાતે આયોજન કરવા કાર્યકર્તાઓની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ અને દાતાઓ જોડાયા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ ડાયમંડના વિશાળ કેમ્પસમાં યોજનાર આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ પ્રસંગે સુરત શહેરના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરતના શહેરીજનોને પણ રાષ્ટ્રભક્તિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *