રામ આયેંગે તો અંગના સજાયેંગે…શ્રી રામના સ્વાગત માટે ત્રેતાયુગની જેમ સજાવાઈ અયોધ્યા નગરી, જુઓ ભવ્ય નજારો!

Ayodhya Ram Mandir: રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના સ્વાગત માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા(Ayodhya Ram Mandir)માં બનેલા મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે.

અયોધ્યામાં રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. આ પહેલા પણ રામલલાના ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ છેલ્લા ચરણમાં પહોંચી ગઈ છે અને મંદિર સહિત આખી અયોધ્યા નગરીને પણ શણગારવામાં આવી છે. સાથે જ તેને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અયોધ્યામાં આજે અને કાલે રામલલાના દર્શન નહીં થાય, હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પછી જ દર્શન થઈ શકશે. આજે ગર્ભગૃહને 81 કળશોમાં ભરીને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે. વાસ્તુ શાંતિ વિધિ પણ કરવામાં આવશે. આ ઉપરાંત રામલલાની મૂર્તિમાં ફલાધિવાસ પણ કરવામાં આવશે અને આ બધાની વચ્ચે મંદિરને ફૂલોથી પણ શણગારવામાં આવી રહ્યું છે અને આખું અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠી રહ્યું છે.

અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત પણ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત VVIP લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. રામભક્તો ઘરેબેઠા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ પણ નિહાળી શકે છે. કારણ કે અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવ્યો, માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે.

લાઈવ ટેલિકાસ્ટ
લોકો ઘરેબેઠા ઓનલાઈન ફોન, લેપટોપ, ટીવી પર અયોધ્યા રામમંદિરમાં થઈ રહેલ પૂજાને લાઈવ જોઈ શકશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવી રહ્યું છે. DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોઈ શકો છો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરવામાં આવશે. ઉપરાંત દૂરદર્શનની અન્ય યૂટ્યૂબ લિંક પર તમામ વિધિ વિધાન અને પૂજા લાઈવ જોઈ શકાશે.