લોકસભાની ટિકિટ મેળવવા ઘરમાં ડખ્ખા? અહેમદ પટેલની દીકરી બાદ દીકરાએ કરી મોટી જાહેરાત

Lok Sabha Election 2024: હાલમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે ચૂંટણી(Lok Sabha Election 2024) પહેલા ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.અંકલેશ્વર…

Lok Sabha Election 2024: હાલમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે ચૂંટણી(Lok Sabha Election 2024) પહેલા ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.અંકલેશ્વર શહેરમાં સ્વ.એહમદ પટેલના પુત્રના ‘હું તો લડીશ’ના પોસ્ટરો લાગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન બાદ આપના મુખ્યમંત્રી મંત્રીએ ડેડીયાપાડાના ધારાસભ્યનું ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યુ હતુ. જે બાદ આજે ફેઝલ પટેલના પોસ્ટરથી રાજકીય માહોલ ગરમાયો છે.

ભરૂચના રાજકારણમાં નવી જુનીના એંધાણ
સમગ્ર દેશમાં હાલમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અંકલેશ્વર શહેરમાં સ્વ.અહેમદ પટેલના સુપુત્ર ફેઝલ પટેલના ‘હું તો લડીશ’ના પોસ્ટરો લાગતા રાજકીય માહોલ ગરમયો છે. આ પોસ્ટરોમાં માત્ર ફૈઝલ પટેલ અને તેના પિતા સ્વ.અહેમદ પટેલનો જ ફોટો હોય રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

સોશિયલ મીડિયામાં ફોટા થયા વાઇરલ
આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મુમતાઝ પટેલે તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલ્લીને સમર્થન કરવાની ખાતરી આપી, સાથે જ આદિવાસી, લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે.’ આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગા સાથ, હેશટેગ લડેગેજીતેગે લગાવ્યા છે.

કોંગ્રેસ પાર્ટી સહિતના લોકોમાં નારાજગી
જ્યારે એક તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઈન્ડિયા નામનું ગઠબંધન કરીને આગામી લોકસભાની ચૂંટણીઓ લડવાનું નક્કી કરાયું છે. ત્યારે થોડા દિવસ પહેલા જ દિલ્હીના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેત્રંગની જાહેરસભામાં ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ જાહેર કરતા કોંગ્રેસ પાર્ટી સહિતના લોકોમાં નારાજગી સાથે ચર્ચાનો વિષય બન્યો હતો